________________
[૧પ૮]e
eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
ઉપવાસનું પુણ્ય પામી શકતા નથી અને અસંખ્ય વર્ષો સુધી તેમને એકેન્દ્રિય નિઓમાં જ જન્મમરણ કરવા પડે છે. માટે અવિરતિ (પાપ ન કરવાની પ્રતિજ્ઞાના અભાવ) થી થતા નિરર્થક કર્મબંધથી બચવા માટે પ્રતિજ્ઞા એ ખૂબ જ જરૂરી છે.
વળી કેટલાક જીવો એમ પણ કહે છે કે “અમુક પાપ ન કરવું એ જાતની પ્રતિજ્ઞા લેવાથી ઊલટું મન તે વાતને જ વારંવાર વિચાર કરવા માંડે છે, માટે પ્રતિજ્ઞા લેવી નહિ.” આ વાત પણ બરાબર નથી. કારણ કે શરૂઆતમાં કદાચ પૂર્વના સંસ્કારવશાત્ તેમ થાય તે પણ જે તે પાપનાં નુકસાન સમજવાપૂર્વક તેમ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે ધીરે ધીરે મન ટેવાઈ જાય છે કે, મારે તે અમુક કામ ન કરવાની પ્રતિજ્ઞા જ છે, એટલે મારે એ બાબતને વિચાર કર પણ વ્યર્થ છે. ઉપવાસનું મહત્ત્વ સમજવા પૂર્વક તેનું પચ્ચખાણ લીધા પછી ગમે તેવી સુંદર રસવતી સામે આવે તે પણ
મારે તે આજે ઉપવાસની પ્રતિજ્ઞા છે.” એવા ખ્યાલથી પ્રાયઃ કરીને તે સુંદર રસવતીને ખાવાનું કે તેને વિચાર કરવાનું પણ મન થતું નથી. આ અનુભવસિદ્ધ હકીક્ત છે. આ તે થઈ નિષેધાત્મક નિયમની વાત.
વળી કરવા ગ્ય સુંદર અનુષ્ઠાને માટે પણ “હું આમ જરૂર કરીશ.” આવી પ્રતિજ્ઞા લીધી ન હોય પણ ફક્ત સંકલ્પ જ કર્યો હોય તે આપણું મન સામાન્ય નિમિત્તો મળતાં જ તરત એ શુભ સંકલ્પથી ચલિત થઈ જાય છે. દા. ત. દરરોજ પ્રભુદર્શન કરવાને માત્ર સંકલ્પ (પ્રતિજ્ઞા નહિ) કર્યો હોય તે ડું પણ વ્યાવહારિક કાર્ય આવી પડતાં તરત જ મન નબળું પડી જાય છે કે “ આજે તે અમુક પ્રકારના સંગ હોવાથી તારાથી દર્શન થઈ શકશે નહિ. કાલથી જરૂર કરીશ. આજે એક દિવસ દર્શન ન થાય તે શું ખાટુંમળું થઈ જવાનું હતું !” પણ જે પ્રભુદર્શન કરવાની પ્રતિજ્ઞા જ લીધી હોય તે “મારે તો સવારના મુખમાં કાંઈ પણ નાખતાં પહેલાં પ્રભુદર્શન કરવાની પ્રતિજ્ઞા છે, માટે મારે તેનું પાલન કરવું જ જોઈએ.” આવા વિચારથી એ શુભ અનુષ્ઠાનમાં નિયમિતતા જળવાઈ રહે છે. માટે વિધેયાત્મક બાબતોની પણ પ્રતિજ્ઞા (નિયમ ) જરૂર લેવી જોઈએ. એ વળી પ્રતિજ્ઞાને બંધન માનનારાઓએ એટલું જરૂર વિચારવું જોઈએ કે, જેમ મોટર, રેલવે, વિમાન વગેરેને બ્રેક હોય, ઘોડા-બળદ વગેરેને લગામ હય, સમુદ્ર-નદીને કાંઠાની મર્યાદા હોય તે જ તેઓ ઉપયોગી બની રહે છે. પરંતુ બ્રેક વગરની મોટર, રેલવે, વિમાન તથા લગામ વગરના ઘેડા-બળદ વગેરે તેમ જ કાંઠા વગરના સમુદ્ર - નદીથી અનેક હોનારત સર્જાય છે, તેવી જ રીતે જીવનમાં પણ ઈન્દ્રિયો અને મન ઉપર પ્રતિજ્ઞા
નહી) આ શીઆર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથો
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org