________________
9
o
ltedodlade dodelado dosbootestostadostedada desde dados datos edestesteckdodestos dos dadosladadostasisesesedah dades desadoslastes dades
જિંદગીભર અભણ રહી જાય છે. તેવી જ રીતે “પ્રતિજ્ઞા લઉં અને ભાંગી જાય તે?' એવી ખોટી આશંકાથી પ્રતિજ્ઞા નહિ લેનારો પ્રતિજ્ઞાથી (પાપોના અટકાવવારૂપ) થતા લાભથી સદાને માટે વંચિત રહી જાય છે, અને આ ચંચળ મનુષ્યભવનું ક્ષણભંગુર આયુષ્ય પૂર્ણ થતાં દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. માટે પ્રત્યેક સુજ્ઞ પુરુએ ઉપરોક્ત પ્રકારના માનસિક કુવિકલ્પને દૂર કરી, પ્રતિજ્ઞાથી થતા લાભોને વિચાર કરી યથાશક્તિ પ્રતિજ્ઞા સ્વીકારી તેનું સુંદર રીતે પાલન કરવા માટે તત્પર રહેવું જોઈએ. જેમ ઘરમાં ઉપરના માળે ચડવા માટે રાખેલી નીસરણી ઉપરથી પગ લપસતાં કઈ પડી જાય તે પણ નીસરણી કાઢી નંખાતી નથીપરંતુ પડવાથી થયેલ જખમને રૂઝાવવા માટે મલમપટ્ટી કરાવી બીજી વાર નીસરણી પર ચડતી વખતે વધારે સાવધાની રાખવામાં આવે છે.
તેવી જ રીતે, સુંદર રીતે પાલન કરવાના શુભ ઈરાદાપૂર્વક લીધેલી કોઈ પણ પ્રતિજ્ઞાને કદાચ ક્યારેક કેઈક તીવ્રતમ અશુભ કર્મના ઉદયથી કે શરતચૂકથી ભંગ પણ થઈ જાય તે પણ તરત ગુરુમહારાજને નિખાલસતાપૂર્વક જણાવી પ્રાયશ્ચિત્ત સ્વીકારી શુદ્ધ બની ફરીથી વધારે સાવધાનીપૂર્વક તે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પુરુષાર્થ કરે જોઈએ.
પરંતુ તૂટી જવાના ઇરાદાથી પ્રતિજ્ઞાને જ નહીં સ્વીકારનારો માણસ ખરેખર કબજિયાતના ભયથી ભજન ત્યાગ કરનારની પેઠે કે જૂ-લીખ પડવાના ભયથી કપડાને જ શરીર પર નહીં પહેરનારની પેઠે હાસ્યાસ્પદ જ ગણાયને?
વળી કેટલાક આત્માઓ અધ્યાત્મની કેરી વાત કરી કહેવાતી ધ્યાન અને ગની પ્રક્રિયાઓને કે કેવળ પ્રાર્થનાને જ વધારે પડતું મહત્ત્વ આપી વ્રત-પચ્ચખાણ તરફ અરુચિ દર્શાવે છે.
વ્રત નહીં પચ્ચખાણ નહિ, નહિ ત્યાગ કઈ વસ્તુનો;
મહાપ તીર્થકર થશે, શ્રેણિક ઠાણાંગ જોઈ લે. ઇત્યાદિ કેઈક અપેક્ષાથી કહેવાયેલાં ઉપરોક્ત પ્રકારના વાકને આગળ ધરી, શ્રેણિક આદિનાં દૃષ્ટાંત આપી કહે છે કે, “શ્રેણિક મહારાજાને કઈ પણ વસ્તુને ત્યાગ ન હોવા છતાં તેઓ પરમાત્મા શ્રી મહાવીરદેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાભક્તિના પ્રતાપે આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે તીર્થકર થશે. ઠાણાંગ નામે ત્રીજુ અંગસૂત્ર આ વાતની સાક્ષી પૂરે છે, માટે પચ્ચક્ખાણ લેવાની કોઈ જરૂર નથી.”
તે આત્માઓએ જરૂર વિચારવું પડે કે, ઉપરોક્ત લેક કેવળ ભક્તિયેગનું મહામ્ય વર્ણવવા માટે જ કહેવાયું છે, નહીં કે વન-પચ્ચખાણને નિષેધ કરવા કે
ગ્રી આર્ય કયાણાગતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org