SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫] sb b.sc sbs...................... estse. પિતે “જ્ઞાનમુગ્ધ હોવાનું અને ૧૦૦૮ નામ વડે સ્તવવાનું કહ્યું છે. એ પ્રતિજ્ઞા સંપૂર્ણ પણે પળાઈ છે. આ નામે કઈ પણ તીર્થકર અંગે ઘટી શકે તેવાં લાગે છે. છેલ્લાં ૧૪ પદ્યો પૈકી પદ્ય ૧૧-૧૨માં કર્તાએ પોતાના ગુરુ ધર્મમૂર્તિસૂરિની સ્તવના કરી છે. ૧૩મા પદ્યમાં પોતે એમના શિષ્ય છે એ નિર્દેશ છે. સાથે સાથે પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે પાર્શ્વનાથની મરમ નામાવલિ નામરાજિ રચ્યાનો ઉલ્લેખ છે. છેલ્લા ૧૪માં પદ્યમાં આ તેત્રને પુણ્યરૂપ જણાવી એને ભણનારને મહાલક્ષ્મી મળશે એ નિર્દેશ છે. ૧૦૦૮ નામને બદલે પ્રસ્તુત તેત્રમાં ૧૦૦૦ ગણાયેલાં જણાય છે. પણ પ્રારંભના પ્રથમ કલેકમાં આઠ નામ આવે છે તે ગણતરીમાં લેવાયાં નથી. એથી લેખકની ૧૦૦૮ નામની પ્રતિજ્ઞા બરાબર પૂરી થાય છે. રચના વર્ષ : આ તેત્ર વિ. સં. ૧૬૬ કે તે પછી ટૂંક સમયમાં રચાયું છે કેમ કે વિ. સં. ૧૬૯૬માં ખેરવાથી શ્યાલગોત્રના શ્રેષ્ઠી ઈશ્વરે મારવાડના “ગેડી” પાર્શ્વનાથની યાત્રાર્થે કાઢેલા સંઘમાં કલ્યાણસાગરસૂરિએ રચ્યું છે. રચના સ્થળ ઃ મારવાડના “ગોડી” નગરમાં આ સ્તંત્ર રચાયું છે. સંતુલના આ માટે નીચે જણાવેલી કૃતિઓ જોવી ઘટે : (૧) સિદ્ધસેન દિવાકરકૃત મનાતું જિનસહસ્ત્રનામ સ્તોત્ર (૨) જિનસહસ્ત્રનામ સ્તોત્ર. આ દેવવિજયગણિએ વિ. સં. ૧૬૫૮માં રચેલું છે. એ જ વર્ષમાં એમણે આની ટીકા પણ રચી છે. (૩) જિનસહસ્ત્રનામ સ્તોત્રઆ ૧૪૯ પદ્યની કૃતિ શ્રી વિનયવિજયગણિએ વિ. સં. ૧૭૩૫માં રચી છે. (૪) અહં. નામસમુરચય : આ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની રચના છે. મેઘવિજ્યગણિએ વિ. સં. ૧૭૨૧માં ગુજરાતીમાં પાર્શ્વનાથનામમાલા રચી છે. આશાધરે વિ. સં. ૧૨૮૭માં (૫) જિનસહસ્ત્રનામ સ્તોત્ર અને એની વૃત્તિ રચી છે. બીજી પણ બે ટીકાઓ છે. આકલકીતિએ વિક્રમના પંદરમા શતકમાં ૧૩૮ પદ્યમાં (૬) જિનસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યું છે. (૭) અજ્ઞાતકર્તાક જિનસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યું છે, એને ઉપર ત્રણ કે પછી ચાર દિગંબર ટીકાઓ રચાઈ છે. એ તેત્રનાં ૧૬૦ પદ્યો છે. જિનસેન પહેલાએ વિ. સં. ૯૦૦માં રચેલા આદિપુરાણમાં જિનસહસ્ત્રનામ છે. આ બાબત દિગંબર કૃતિઓની થઈ. પાર્શ્વનાથ અષ્ટોત્તરશત ઃ આની એક પ્રત તે પાટણના ફિલિયાના સંઘ ભંડારમાંના ૪૦ મા દાબડામાંની ૨૯મી પ્રત છે. તે ઉપરથી સમુચિત સંપાદન કરાવી એ સત્વરે પ્રસિદ્ધ કરાવવાની આવશ્યકતા જણાય છે. કોઈ શ્રી આર્ય કદયાણામસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy