________________
ને..
.Mo. o
M............................
i
ss
a dose
ofeshoot footadkodfolded.T૧૫૫]
મંત્રગભિત પાર્શ્વનાથ સ્તોત્ર :
આ ૩૩ સંસ્કૃત પદ્યવાળું અજ્ઞાતકક તેત્ર છે. પહેલાં ૧૫ પદ્યોમાં પાશ્વનાથનાં ૧૦૮ નામે છે. (૨–૧૭) વીરાષ્ટક :
આ કૃતિમાં ૮ પડ્યો છે. છતાં એના કર્તાએ એને “અષ્ટક’ કહ્યું છે. શું તેના છેલ્લા પદ્યમાં “કલ્યાણસાગરસૂરિ' કર્તાનું નામ ગર્ભિત છે કે અન્ય રીતે લિપિબદ્ધ કરાયું છે તેની ગણતરી કરાતી નથી? તેમ હોય તે જ આ અષ્ટક નામ સાર્થક ગણાય. અહીં નવે પદ્ય વસંતતિલકા છંદમાં છે.
પહેલાં આઠ પદ્યોમાં પ્રત્યેક ચરણનો પ્રારંભ “તુ રમો”થી કરાયો છે. આમ હોઈ તે માનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્રના ર૬ મા પદ્યનું સ્મરણ કરાવે છે. નવમા અંતિમ પદ્યમાં કર્તાએ પિતાનું નામ કલ્યાણસાગરસૂરિ એમ સ્પષ્ટ ઉલ્લેખથી જણાવ્યું છે.
ત્યાગી ધર્મમૂર્તિસૂરિ પાસહસ્રનામ સ્તોત્રમાં ઉપન્ય પદ્યમાં પ્રણેતાએ પિતાને ધર્મમૂર્તિસૂરિના શિષ્ય કહ્યા છે અને એની પૂર્વનાં બે પદ્યમાં એ સૂરિ વિશે પ્રશંસાત્મક ઉગારે કાઢયા છે. આમ હોવાથી હું અહીં શ્રી ધર્મમૂતિસૂરિ વિશે કેટલી માહિતી આપું છું. મેં આ બાબત મારી અપ્રકાશિત કૃતિ “વિધિપક્ષ ગચ્છીય શ્રમણના પ્રમુખસંઘની થતભક્તિ” પુસ્તકમાં આપી છે. ધર્મમૂર્તિસૂરિ (વિ. સં. ૧૫૮૫-૧૬૭૧) ની જીવનરેખા નીચે મુજબ છે.
પિતા-શ્રેણી મંત્રી હંસરાજ, જ્ઞાતિ–એસવાળ, નેત્ર-નાગડા, માતા-હાંસલદે, જન્મવર્ષ—વિ. સં. ૧૫૮૫, સંસારી નામ-ધર્મદાસ, દીક્ષા પ્રસંગનું નામ-ધર્મદાસ, દક્ષાવર્ષવિ. સં. ૧૫૯૯, દીક્ષાગુરુ-ગુણનિધાનસૂરિ, સૂરિપદવીનું વર્ષ—વિ. સં. ૧૬૫ર, સૂરિપદવીનું સ્થળ-રાજનગર (અમદાવાદ), પરિવાર–પર સાધુઓ અને ૪૦ સાધ્વીઓ, અવસાન વર્ષવિ. સં. ૧૬૭૧. અવસાન સ્થળ-અણહિલપુર પાટણ. સાહિત્યકૃતિઓઃ (૧) ગુણસ્થાનકમારેહની વૃત્તિ (ર) પાડવશ્યકની વૃત્તિ (૩) પટ્ટાવલી. (૨૧–૧૫) સત્યપુરીય વીર સ્તવન :
આ સ્તવનમાં રપ પડ્યો છે. ર૦ મે પદ્યમાં વીરને, મહાવીર સ્વામીને “સત્યપુરી”ના નિર્મળ ભૂષણરૂપ કહ્યા છે. એ મુજબ મેં શીર્ષકમાં સત્યપુરીય શબ્દ પ્રકાશન થયેલ આ પુસ્તકને અનુસરીને યે છે.
sus is :: કાકર
ચી શ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિગ્રંથ કઈE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org