________________
[3] কৰুৰুৰুৰুৰুৰুৰুৰুকৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুকৰুৰুৰুৰুকৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুকৰুৰুকৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰ
ગછના નાયક સુપ્રસિદ્ધ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી રચિત સંસ્કૃત ભાષામાં આવેલા વિવિધ સ્તોત્ર-સ્તવને તથા શ્રી પાર્શ્વપ્રભુનાં સહસ્ત્રનામ તેમ જ અન્યના સ્તોત્રો તેના ગુજરાતી અર્થો સહિત શ્રી અચલગચ્છના જામનગરના સંઘે ઈ. સ. ૧૯૫૧ માં પ્રકાશિત કરેલાં છે.
પ્રકાશિત પુસ્તકમાં અનુક્રમણિકાના પૃ. ૪માં તેમ જ ૧૨૩ પૃટ પર શ્રી ધર્મદેવસૂરિને ઉલ્લેખ છે. કર્તા એ તે પિતાનું નામ “ધર્મઘોષ” એટલું જ આપ્યું છે અને પિતાનો કશો પરિચય આપ્યો નથી. આથી એમને સૂરિ કહેવા માટેનું સબળ કારણ દર્શાવવું જોઈતું હતું, એટલું જ નહિ ધર્મષ” નાનના અન્ય મુનિવરે થયા છે. તેઓ પૈકી આ સૂરિજી કોણ છે તે સૂચવવાની પણ આવશ્યકતા હતી.
કર્તાએ પોતાનું નામ, ઉપરાંત ગણ ઇત્યાદિ વિશે કશું કહ્યું નથી. તે તે પણ જણાવાયું હોત તો પુસ્તકનું ઐતિહાસિક મહત્વ વિશેષ વધતે. બીજી બે કૃતિઓના પ્રણેતાના નામે અનુક્રમે ધર્મધોષ અને મલકચંદ્ર વીરચંદ્ર છે.
ક્રમ : ઉપયુક્ત ૨૩ કૃતિઓ જે ક્રમે રજૂ કરાઈ છે તે માટે કેઈ આધાર સૂચવાયો નથી. શું કોઈ હસ્તલિખિત પ્રતિમાં આજ કમે ૨૧ કૃતિઓ લખાઈ હશે તેથી આ ક્રમ સ્વીકારાયો છે? “અચલગ૨ દિગ્દર્શન” (પૃ. ૪૫૨-૪૫૩) માં ઉપયુક્ત પુસ્તકો પ્રમાણે જ “પાર્શ્વનાથ સહસ્ત્રનામ અપરનામ “પાર્થનામાવલિ' સિવાયની ૨૦ કૃતિઓનો ક્રમ છે. પૃ. ૪૫૩ માં નિમ્નલિખિત ઉલ્લેખ છે.
“કલ્યાણસાગરસૂરિએ અનેક તીર્થોની યાત્રા કરી તેની સ્તવનનારૂપે સ્તુતિઓ રચી હોઈને તેમના વિચારો ઉપર ત ( તેમને વિહારપ્રદેશ પણ સૂચવે છે.”
આ ઉલ્લેખ સર્વી શે સમુચિત જણાતો નથી તેનું કેમ? એકવીસ કૃતિઓ કયા કયા સ્થળમાં રચાઈ તેની પૂરી વિગત મળતી નથી. પાર્શ્વનાથ સહસ્ત્રનામ માટે “અંચલગછ દિગ્દર્શન” (પૃ. ૪૫ર)માં કહ્યું છે : સંવત ૧૬૬ માં ખેરવાના સ્થાલગોત્રી શ્રેષ્ઠી ઈશ્વરે કાઢેલા ગોડીજીના સંધમાં આ સ્તુતિ કવિએ કરેલી.” આ વાત તે યથાર્થ જણાય છે. આ પરિસ્થિતિમાં હું અન્ય ક્રમ દર્શાવું છું. તીર્થકરોના નામો અને સાથે સાથે કેટલીક કૃતિઓના તે તે કૃતિગત ઉલ્લેખ વિચારી શીર્ષકે રજૂ કરું છું.
એ ક્રમ ઋષભદેવાદિને લક્ષીને નીચે મુજબ છે. સૌથી પ્રથમ ઋષભદેવની, પછી સંભવનાથની, ત્યાર બાદ સુવિધિનાથની, ત્યાર બાદ શાંતિનાથની અને છેવટે મહાવીર સ્તવનની કૃતિઓ.
રજુઆત : પહેલી માણિક્ય સ્વામીની (આદિનાથની ) સ્તુતિ છે એમાં ૧૮ પદ્યો છે. તે કુલકરૂપ જણાય છે છતાં તે રીતે તે રજૂ થયાં નથી. બીજી પણ કેટલીક કૃતિઓને અંગે આ ક્ષતિ છે. જેટલાં પક્ષોના પરસ્પર જે સંબંધ હોય તે એકસામટાં આપવાં જોઈએ. બે પદ્યો ભેગાં હોય તો તે યુગમ, ત્રણ હોય તે વિશેષક, ચાર હોય તે કલામક અને એથી વધારે હોય તે કલેક કહેવાય છે. ૨૧ કતિઓમાં નીચે મુજબના ક્રમાંકવાળી કૃતિઓ કુલક રૂ૫ છે. યુગ્માદિ અંગે એક સંસ્કૃત પદ્ય છે તે હું અત્રે આપું છું.
द्वाभ्या युग्ममिति प्रोकन त्रिभिः श्लोकैर्वि शेषकम्
कलापक चतुभि स्यात् तर्ध्व कुलक स्मृतम् ॥ વિષય: એકવીશ કૃતિઓ પૈકી પહેલી આદિનાથ પ્રભુ (ઋષભદેવ) અંગેની છે. સંભવનાથને લગતી બે કૃતિઓ છેઃ બીજી અને ઓગણીસમી. સુવિધિનાથ પર એક જ
ગઈ શ્રી આર્ય કલ્યાણગોતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org