________________
શ્રી વિધિપક્ષછીય જ્ઞાનમુગ્ધ: શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત ભગવદ્દગીતા કિંવા ભક્તિસાહિત્યની સમીક્ષા
– પ્રા. હીરાલાલ ૨. કાપડિયા M.A.
ઉપક્રમ : કેટલાક મહિનાઓ ઉપર શ્રી અચલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરિજીના અંતેવાસી શ્રી કલાપ્રભસાગરજીએ મને દેઢેક વરસ ઉપર નિમ્નલિખિત શીર્ષકવાળું પુસ્તક મેકલાવ્યું હતું “વિધિપક્ષગછીય પંચ પ્રતિક્રમણ સૂત્રાણિ” (પ્રકાશક: સેમચંદ ધારશી શાહ)
ત્યાર બાદ તેમણે શ્રી અચલગચ્છીય દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી (આદિનો સ્તવ્યસંગ્રહ) નામનું પુસ્તક મોકલ્યું હતું. એમાં શ્રી કલ્યાણસાગરજીએ સૂરિ થયા તે બાદ તેમ જ તે પહેલાં રચેલી એવી ૨૧ સંસ્કૃત કૃતિઓને ગુજરાતી ભાવાનુવાદ સહિત પૃ. ૧-૧૨૨ માં સ્થાન અપાયું છે. પછી શ્રી ધર્મઘેષસૂરિએ ૧૬ સંસ્કૃત પદ્યોમાં રચેલું પાર્શ્વનાથ ઢેત્ર ગુજરાતી અનુવાદ સહિત પુ. ૧૨૩ ૧૩૦ માં અપાયેલ છે. એના પછી મલકચંદ વીરચંદે રચેલી નવ સંસ્કૃત પદ્યની કૃતિ પાર્શ્વનાથ સ્તવનાષ્ટક તરીકે નિર્દેશાયેલી છે. એ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત પૃ. ૧૩૦-૧૩૨ માં રજૂ કરાઈ છે. પ્રારંભમાં ગુજરાતી ઉપોદઘાત છે. એમાં પૃ. ૭ માં તુલાકણ ઝાએ સારી મહેનત લીધાનો ઉલ્લેખ છે. અને શરૂઆતમાં શ્રી કલ્યાણસાગરસૂરિજીએ દેવી સરસ્વતી અને શ્રી મહાકાલી દેવીની આરાધના કરી હતી એમ કહ્યું છે. ઉપદ્યાત શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રતિકૃતિ છે. આ પુસ્તક મોકલવાયું અને તેની સાથે સાથે સંસ્કૃત કતિઓની સમીક્ષાનું કાર્ય કરવા મુનિશ્રી કલા પ્રભસાગરજીએ મને પ્રેરણા કરી હતી. તદનુસાર મેં આ કાર્ય સમય, સાધન અને શક્તિ અનુસાર સમીક્ષા તૈયાર કરી એમને ૬૦ પાનાનું લખાણ તા. ૨૪-૧૨-૭૭ સુધીમાં મોકલાવ્યું છે
વિધિપક્ષ ના શ્રી કલ્યાણસાગરસૂરિએ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં વિવિધ કૃતિઓ રચી છે. સંસ્કતમાં તેમણે વ્યાકરણવિષયક મિશ્રલિંગ કેશ કિંવા લિંગાનુશાસન, પોતાના શિષ્ય વિનયસાગરને માટે ર છે અને એને સંસ્કૃત વિવરણથી વિભૂષિત કરી છે. એ સૂરિજીએ ચિત્રસ્તોત્રો પણ રચ્યાં છે. તે સંકતમાં જ સંભવે છે; પરંતુ એની વિવિધ પ્રતિઓ લખાઈ હોવા છતાં તેમાંથી એક પણ અત્યાર સુધી તે મળી આવી નથી. એ ચિત્રોત્રોમાં જિનભકિત-સાહિત્ય કાવ્યબંધથી અલંકૃત કરાયું હશે એમ એનું નામ જોતાં ભાસે છે. એ મહત્વનું ભક્તિ-સાહિત્ય અનુપલબ્ધ છે એટલે અહીં તે ઉપલબ્ધ સાહિત્યનો જ હું સમય અને સાધન અનુસાર પરિચય આપું છું. આ ઉપલબ્ધ સાહિત્ય તરીકે વીસ સ્તવન-સ્તોત્રો તેમ જ “ગુરષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૦ નામરાજિ’ (નામાવલિ) મને મળ્યાં છે.
આ પુસ્તક મુનિશ્રીએ મને મોકલાવ્યાં તે બદલ અને પ્રસ્તુત સમીક્ષાનું કાર્ય મને સોંપવા બદલ ' હું એમનો હાર્દિક આભાર માનું છું. બીજા પુસ્તકમાં ૨૩ કૃતિઓ ગુજરાતી અનુવાદપૂર્વક રજૂ કરાઈ છે. તેમાં પહેલી ૨૧ કૃતિઓ શ્રી કલ્યાણસાગરિની રચેલી છે.
એના શ્રી આર્ય કયાોતમસ્મૃતિગ્રંથ 3D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org