________________
કચ્છની ગૌરવગાથા ગાતું કઠારાનું જિનચૈત્ય – ચંદુભા રતનસિંહ જાડેજા
કચ્છ પ્રદેશનાં જે કોઈ ગામે અથવા શહેરમાં જિનાલયે અર્થાત્ જિનચે છે, તે સર્વ ચિત્યો સુંદર શિલ્પાકૃતિ ધરાવે છે. તેમાં પણ અબડાસા વિભાગના સુથરી, કોઠારા, જખૌ, નળિયા, તેરા આ પાંચ ગામનાં જિનમંદિરે પંચતીથમાં ગણાય છે. તદુપરાંત સાંધાણનું દહેરાસર પણ એની તુલનામાં આવે ખરું ! આ સર્વ જિનપ્રાસાદો સર્વોત્તમ શિલ્પાકૃતિવાળા અને ભવ્ય છે.
તેમાં પણ, કોઠારાના જિનાલયની કલ્યાણ ટૂંક.' ટૂંક એટલે એકથી વધારે દહેરાસરનું જૂથ. એ રીતે જખૌનાં દહેરાંને “રત્ન ટૂંક” કહેવામાં આવે છે. આમ કચ્છના ઘણ અન્ય જૈન–વૈષ્ણવ મંદિર પ્રાચીન અને ભવ્ય હોવા છતાં સૌમાં શ્રેષ્ઠ, ભવ્ય અને સુંદર શિલ્પને કારણે કોઠારાના જિનાલયને આગવું સ્થાન આપવામાં આવે છે.
આ જિનપ્રાસાદને જોતાં એમ જણાય છે કે, આખું યે શિલ્પશાસ્ત્ર મૂર્તિમાન કરવાને માટે જાણે કુશળ શિલ્પીઓએ અહીં કંડારી લીધું હોય, એ દર્શન કરનાર સહૃદયને આભાસ થયા વિના રહેતું નથી. શિલ્પશાસ્ત્ર અનુસાર આવા મંદિરને “મેરુપ્રભ” એવું નામાભિધાન આપવામાં આવે છે.
સાત ગર્ભગૃહ યુક્ત, પાંચ શિખર સહિત રંગમંડપ અને ઉપર ચારે કોર સામણી તેમ ત્રણ ચૌમુખજી છે. જિનાલયની નીચેના ભાગમાં ભેંયરુ છે, તેમાં પણ કુંથુનાથ આદિ જિનબિંબ પધરાવવામાં આવ્યાં છે. મૂળ નાયક શ્રી શાંતિનાથ પ્રભુજી બિરાજેલા છે. જિનાલયને ફરો પરકોટ અને તેને પ્રવેશદ્વારનાં તેરણ અને સ્તંભની કરણ બેનમૂન ગણાય. દ્વારની બંને બાજુએ બે ગવાક્ષો (ગોખલા)ની બારીક કોતરણી જોનારાઓને મુગ્ધ કરી દે એવી છે. આબુન્દેલવાડાનાં મંદિરમાં દેરાણી-જેઠાણીના ગોખલાની યાદ દેવડાવે છે, એમ કહેવામાં કશી ય અતિશયોક્તિ નથી. તુલનાત્મક દૃષ્ટિએ ન્યાય કર એ કઈ કુશળ શિલ્પીનું કામ છે.
શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિ ગ્રંથ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org