________________
|
Meldest 4-
6hs assesss.bssshole stove
...... - le-l•. • • •••
.1111 +2 vi-f..
.
.sify:
કચ્છની ધરતી ઉપર આવી શિલ્પસમૃદ્ધિના સર્જક શેઠશ્રી વેલજી માલુ, શેઠશ્રી શીવજી નેણશી અને શેઠશ્રી કેશવજી નાયક; ખરેખર આ ત્રિપુટી જ ગણાય. એમાં પણ શ્રીમાન શેઠ કેશવજી નાયકની બુદ્ધિ, બળ, ઓજસ્ અને આવડત આ નિર્માણકાર્યમાં મેખરે ગણાય. એઓશ્રી પુણ્યાનુબંધી પુણ્ય જમેલા રાજયોગયુક્ત શ્રેણી હતા, એમ કહેવામાં ખોટું નથી. એમને જન્મ પોતાના મોસાળ લાખણિયામાં થયેલું. વતનનું ગામ કેડારા.
લાયક લાખણીયે પક, નાયક કેશવ નામ;
કીતિ ઠમઠામ, કરમી જ કરછમે. [૧] તે વખતે કચછની ધરતી ઉપર, મહારાવ શ્રી પ્રાગમલ્લજીનું રાજ્યશાસન હતું. એ અરસામાં કોઠારાના જાગીરદાર ઠાકરશ્રી મોકાજી જાડેજા હતા. ત્યારે આ જિનાલય બાંધવા માટે ૭૮ ફૂટ લંબાઈ, ૬૪ ફૂટ પહોળાઈ અને ૭૩ ફૂટ ૬ ઇંચ ઊંચાઈ સૂચવતે પ્રમાણ માપનો નકશે તૈયાર કરાવી, શેઠશ્રીએ જાડેજા રાજવીઓની મંજૂરી માટે રજૂ કર્યો.
પરંતુ, કોઠારી જાગીરદાર આવા બે માળવાળા ઊંચા સ્થાપત્ય માટે મંજૂરી આપવાને સહમત ન થયા; કારણ કે, જે સ્થળે દહેરાસર માટેની ભૂમિ પસંદ કરેલી, તેની બાજુમાં જ દરબારગઢ હોવાને કારણે જનાનખાનામાં આવનારાં–જનારાં પર દષ્ટિ પડે એટલે મર્યાદાભંગને લીધે ઠાકોરશ્રીએ એ નકશે નામંજૂર કર્યો.
શેઠશ્રી કેશવજી નાયક જેવા વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવનાર માણસ આને ઉકેલ ન શોધી શકે તે જ આશ્ચર્ય કહેવાય! તેમણે ઠાકરશ્રીને વચન આપ્યું કે, અમારો સંકલ્પ પાર પડે તો સાથે સાથે ઠારશ્રીને દરબારગઢ પણ અવિલેક્ય રહે. આ રીતે રાજમહાલયના ગઢની રાંગ (જાડી દીવાલ) જિનાલય બાંધતી વખતે શ્રેષ્ઠીઓ ઊંચી ચણાવી આપવા જાગીરદારશ્રીની સાથે વચનથી બંધાયેલા છે. આવી રીતે મૂળ નકશા મોકાજી જાડેજા પાસેથી મંજૂર કરાવી કચ્છ સાભરાઈ શિલાવટ (સલાટ) સૂત્રધાર નથુભાઈ ગજજરની દેખભાળ નીચે સેંકડો ચુનંદા કારીગરો રોકી કચ્છ પ્રદેશના ગણી આસર, ધેકડા અને નાભાઈની ખાણોમાંથી પથ્થર મંગાવી શુભ મુહૂર્ત મંદિરને શિલાન્યાસ એટલે ખાતમુહૂર્તવિધિ કરી કામ શરૂ કરાવ્યું.
કુલદીપક દશાઈ જો, બધે પુનજી પાજ, શિરોમણિ શિરતાજ, નાયક નાયક નાતો. [૨]
કરિ
શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org