________________
+ =
: :- પCCC
જીવન જીવી જાણે મુનિ શ્રી પૂર્ણભદ્રસાગરજી જિન સેવક
[જીવનના જાજરમાન ક્ષેત્રે થઈ રહેલા અવનવા સર્જન અને વિસર્જનના પડદા પાછળ રહેલી જન્મ, જીવન અને મરણની એક વિલક્ષણ ઘટમાળને વાસ્તવિક રીતે પારખવાનું કામ કોઈક વિરલ વિભૂતિઓ જ કરે છે. માનવીનાં જીવનનાં રહસ્ય એની અતલ ઊંડાઇમાં રહેલાં હોય છે, તે આજ દિવસ સુધી છૂપાયેલાં રહ્યાં છે. કિંતુ આત્મસાધનાની એરણ પર ઊતરીને અનેક સંતે અને મહું એ જીવનના સાર–અસારને ભેદને ઉકેલ્યા છે. લીલી–લીલી હરિયાળી વનરાજિમાં વિકસેલા કમળને પણ પિતાનું મર્યાદિત સમયનું જીવન મળે છે. તેમાં કેટલાંક કૃતાર્થ બનીને વા કેટલાંક નિરર્થક બનીને અંતે કરમાઈ જાય છે. તેવી જ રીતે કેટલાંક પુષ્પોનું જીવન પણ કર્તવ્ય નિષ્ઠાની મજાથી મસ્ત બની અનેકને સન્માર્ગદર્શક બને છે કે, જેઓ જીવન જીવી જાણે છે. જ્યારે કેટલાકનું જીવન કેવળ વાસનાના અગનજાળ તાપથી સુકાઈને અંતે નિરર્થક મુરઝાઈ જાય છે. એ વાતોને આદર્શ રૂપે સ્પષ્ટ કરતી હકીકતે આ લેખમાં સ્પષ્ટતાથી આલેખાઈ છે.]
સંસારના સુંવાળા ને સુકમળ નેહપાશમાં સપડાયેલા વિશ્વ પર એક જ વખત વેધક દષ્ટિ ફેંકતાં જેમને પિતાના આત્માની સર્વશ્રેષ્ઠ સંપત્તિનાં સત્યાનાશનાં મૂળ નજરે ચડ્યાં, સર્વોત્કૃષ્ટ જીવનના અવમૂલ્યન થતાં દેખાયાં, તેમણે તરત જ સ્વજીવનની સુરક્ષા માટે સર્વજ્ઞ પરમાત્માના શાસનની સમ્યક સાધનાને પંથ લીધે અને એ સાધના દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિની વચ્ચે પણ સાવધાનીને સેતુ બાંધ્યું અને ત્યારબાદ એ સાધનાના બળે જ જેમણે યુગયુગથી અણઉકેલ્યા જીવનના વાસ્તવિક નિચેડને પ્રાપ્ત કર્યા. એવા સંતે, મહંતે, શ્રમ, આચાર્યો, યુગપ્રધાન અને અન્ય મહાવિભૂતિઓની જીવનકથાના અમર સંદેશ જૈન ઈતિહાસમાં ગૌરવાન્વિત બનેલા છે કે, જે મહાપુરુષોએ ભારતની પુણ્ય ધરતી પર જનેતાની કુક્ષિએ જન્મ ધારણ કરીને જીવન જીવી જાણ્યું હતું.
મહાપુરુષોને જન્મ એટલે આપણે આંતર દુનિયામાં પથરાયેલા અજ્ઞાનના ગાઢ અંધકારને દૂર કરવા માટે દીપક એમનું જીવન એટલે આપણા આત્માનું સત્ય દર્શન
મી શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ 2D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org