SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ 1112 este deste sostessesedadlaste lastetoskesta sta stocadaste stedestastede sosede se stalastase de date teste sestedatetaseste destesteed sese sastostadaste કરવા માટેનું દર્પણ. એમની મંગલકારી સાધના એટલે જ પરોપકારની પરબ. એમનું હૃદય એટલે જ નિષ્કારણ નિઃસ્વાર્થ કરુણા અને વાત્સલ્યનું નિર્મળ ઝરણું. જેણે પોતાના જીવનને જડ–પુગલની આસક્તિના ઘોડાપૂર પ્રવાહમાં વહી જતું જોયું, અને એમાં જ પિતાની વિરાટ આત્મશક્તિને ભીંસાતી જોઈ. આહ...આહ..ની ચીસ નાખી” જીવ, જીવન અને આત્માની રક્ષા માટેના આર્તનાદો શરૂ કર્યા. અને બીજી બાજુએ જીવનના વહેણને બદલાવવા આર્યભૂમિની માટીના કણકણમાં ધરબાયેલી ત્યાગ, તપ અને વૈરાગ્યની અમર ગ્રાથાઓ મુક્ત કંઠે ગાવા માંડી, પોતાના સર્વસ્વ જીવનને સ્વ–પર કલ્યાણની અમેઘ સાધનામાં સમપી દીધાં. એવા પુણ્યવંતા આત્માઓના ગુણેનું કીર્તન કરવું, એ તે આપણા કલ્યાણનું બીજ છે જ. પણ નામ મરણ પણ આત્માની ઉન્નતિનું પ્રતિક બની જાય છે. માનવ જીવનના એક છેડે જન્મ છે અને બીજે છેડે મૃત્યુ છે. જે વચ્ચે છે એનું નામ જ જીવન છે. તે તબક્કાની અંદર જ ભૌતિક કે આધ્યાત્મિક દુનિયાના પ્રવેશદ્વાર ખુલ્લાં થાય છે. ઘણી ઉથલપાથલ મચે છે. સત્-અસત્ન ગણિત મંડાય છે. પરિણામમાં આત્માની ઉન્નતિ ને અવન્નતિના હિસાબ ઉપરથી જીવનમાં આચરેલાં કર્તવ્યાકર્તવ્યનું ભાન થાય છે. જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણે તબક્કામાં જન્મ અને મૃત્યુ એ બંને અનિશ્ચિત વસ્તુ છે. માનવને જન્મ કેમ મેળવવું ? કયાં મેળવ? મૃત્યુ ક્યારે થાય? કયાં થાય ? આ બધી વાતે મોટા ભાગે બુદ્ધિગમ્ય નથી હોતી. જ્યારે જીવન જ એક એ તબક્કો છે, જેમાં જીવી જાણતાં શીખવું જોઈએ. એટલું જ નહીં, પણ માનવી પિતાના જીવનને જે વળાંક આપવો હોય તે આપી શકે છે. જન્મ મેળવ્યા બાદ જીવનના મૂલ્યને જ ભૂલી જનાર આત્માઓ, જેમ જન્મ અને મૃત્યુ એ બંને ગમે તે રીતે ગમે ત્યારે મળે અને પૂરાં થાય એ રીતે જીવનને પણ નીરસ, શુષ્ક અને નિરર્થક ગુમાવી ત્રણ તબક્કા પૂરા કરી અનંતના પ્રવાહમાં નિરાધાર તણાતા જ રહે છે. જ્ઞાનીઓ કહે છે. અનેક જન્મની સાધના બાદ મળેલા જીવનને જીવી ન જાણ નિરર્થક ગુમાવી હારી જવા જેવું કાળું કલંક બીજું કઈ નથી. આવું કલંક આપણા જ હાથે આપણું લલાટે લગાવીશું? ના..ના ! તે ચાલે, મળેલા જીવનને જીવી જાણવા નિઃસ્વાર્થ ભાવે આપણી હિતચિંતા કરનારા મહાપુરુષોના જીવનના આદર્શોને નિહાળીએ. પ્રસ્તુત લેખમાં તે આપણે ગ્રંથનાયક વિધિપક્ષગછ પ્રવર્તક, આદ્ય સૂરિ સમ્રાટ પૂ. યુગપ્રધાન દાદાશ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ, અચલગચ્છાધિરાજ, અનેક નૃપતિપ્રતિબંધક, પૂ. યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, કરછ – હાલાર દેશે. શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy