SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ 11 10 testoste stedestestastastestedestastastasteste destastastestosteste destestostestastastestestestadesteses testestostesteste destestosteste stedestacadesstastasestestes ધાસચ્છવાસ પૂરા કરીને પરલોકમાં સિધાવવું એ જીવનની વ્યાખ્યા નથી. જ્યાં જઈને કાયમી વસવાટ કરવાથી, ત્રણ જગતના કેઈ એક પણ જીવને પિતા થકી લવલેશ દુઃખ પહોંચતું નથી, યાને સંપૂર્ણ “અભય”નું સર્વોત્તમ પ્રદાન કરી શકાય છે, તે પરમપદને પામવાની પરમ પવિત્ર લક્ષ્મપૂર્વક અણમેલ માનવતવના પ્રત્યેક સમયને આપણે સાર્થક કરવો જોઈએ. - ચિત્તના જતિ-કળશમાં સર્વકલ્યાણની ભાવનાને અમૃત સિવાય, અન્ય કોઈ પદાર્થ ભરે, તે આપણને મળેલા જીવનની લાઘવતા કરવા બરાબર છે. પુણ્યાધીન સાનુકૂળતાએને યથાર્થ સુખની વ્યાખ્યામાં બાંધી લેવા, તે પણ એક પ્રકારની સંકુચિતતા તથા અજ્ઞાન છે. આજે આવીને આવતી કાલે જતું રહે તે સુખને “સુખ” કહેવાય કઈ રીતે? અને આવા ચંચળ સુખ કાજે માનવજીવનની એક પળ પણ કઈ રીતે વેડફી શકાય ? સુખ વિષેની યથાર્થ સમજના અભાવે જેટલું દુઃખ આજને માનવી જોગવી રહ્યો છે, તેટલું દુઃખ તે તે પાપોદય જન્મ પ્રતિકૂળતા વચ્ચે પણ કદાચ નહિ ભગવતે હોય. જેને સુખ જોઈતું હોય, તે માનવી દુઃખના કારણભૂત પાપને પ્રણામ કરે જ શા માટે? પચાસ–સે વર્ષના સીમિત જીવનને વિચાર કરીને જ જીવન ઘડવું તે દુઃખને નોતરવાની કુચેષ્ટા છે. ત્રણે ય કાળ સાથે જીવનના તારને બરાબર સાંધીને જીવન જીવવાની જે કળા શ્રી જિનેશ્વરદેવે પ્રકાશી છે, તેની સાધના ખૂબ જ જરૂરી છે. આજે દુઃખ પડ્યું એટલે તેના કારણની ઊંડી તપાસ કર્યા સિવાય જ ગમે તે માગે સુખી થઈ જવાને પ્રયત્ન આદરે તે દુખના વધુ ઊંડા ખાડામાં ગરકાવ થવું તે છે. દુઃખનો અણગમે પાય તરફના અણગમાને પ્રેરક બને છે. તેની સાથે જીવનમાં જે સત્ત્વ પ્રગટે છે, તેનાથી અદ્ભુત સ્વસ્થતા અનુભવાય છે. કર્મને કબજામાંથી છૂટવા માટે સર્વ કર્મયુક્ત શ્રી વીતરાગ પરમાત્માનું શરણું એ ત્રિકાલાબાધિત સચેટ ઉપાય છે. સાચું સુખ આત્મામાં છે. તેની શોધ ત્યાં કરો. બહાર સુખ હોત તે પ્રત્યેક સંસારી સુખી હોત. પ્રત્યેક ત્યાગી દુઃખી હોત. પાપકરણ વૃત્તિને વેગ આપવામાં જડને રાગ અને જીવને દ્વેષ મહત્ત્વને ભાગ ભજવે છે. નિષ્પા૫ જીવનની ખરી ભૂખ સિવાય, સુખની ઝંખને માત્ર ઝંખના જ રહેશે. “મારે સુખી થવું જ છે એવા નિર્ધાર સાથે જેઓ પોતાના જીવનની પ્રત્યેક પળને જાગૃતિપૂર્વક સદુપયોગ કરે છે, તેમ જ કોઈ માનવ-પ્રાણીને દુઃખ પહોચે એવી વૃત્તિથી વેગળા રહે છે, તેમને “દુઃખ” કયાંથી હોય ? શાશ્વત સુખને અથી સર્વ કાળમાં સુખી હોય છે. ADS શ્રી આર્ય કાયાણા ગોતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy