________________
સુખનો ખપ - શ્રી મફતલાલ સંઘવી
આ દુનિયામાં યથાર્થ સુખની ભૂખવાળા માન છે જ બહુ ઓછા. નહિતર દુઃખની શી મજાલ છે કે તે અહીં ડેરા-તંબુ નાખીને વર્ચસ્વ જમાવી શકે.
દુન્યવી માનવી પ્રતિકૂળતાને “દુઃખ” ગણે છે. સાનુકૂળતાને “સુખ” ગણે છે. પણ એવા માણસે કેટલા કે જેઓ પિતા સિવાયના અન્ય માનવ-પ્રાણીઓને પ્રતિકૂળ ન બનવાની ખરી ખેવનાપૂર્વક જીવન જીવતા હોય ?
કોઈ પણ જીવની સાનુકૂળતાના ભેગે નિજ પ્રતિકૂળતા દૂર કરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ રેતીના કણમાંથી તેલ કાઢવા જેવી મિથ્યા છે.
“જીવ માત્રને સુખ પ્રિય છે. એ સિદ્ધાંતને ત્રિવિધ સમર્પિત થવાની કળાસાધનાનું બીજું નામ ધર્મ સાધન છે. જ્યાં જ્યાં જડને રાગ, ત્યાં ત્યાં શ્રી જિનાજ્ઞાને ભંગે. જ્યાં જ્યાં જીવને શ્રેષ, ત્યાં ત્યાં શ્રી જિનાજ્ઞાને ભંગ.
અનાદિ કાળથી કઠે પડી ગયેલા આ બે મહાગની રામબાણ ઔષધિ તો છે જ. પણ જ્યાં સુધી આપણને આ બે મહારોગ, મહારોગરૂપે ખટકે નહિ, ત્યાં સુધી તેને દૂર કરનારી ઔષધિ તરફ આપણું ધ્યાન કઈ રીતે ખેંચાય ?
રાગરહિત જીવનના સર્વોચ્ચ શિખરે બિરાજતા શ્રી વીતરાગ પરમાત્માને ત્રિવિધે ભાવપૂર્વક નમવાથી, ભજવાથી, પૂજવાથી જડતા રાગની જડ ઉખડવા માંડે છે અને જીવમૈત્રીનો પરિણામ પુષ્ટ બનવા માંડે છે.
દુઃખનાં રોદણાં રોવાં અને તેના કારણરૂપ પાપની પરવા ન કરવી, તે ક્યારે ન્યાય? પિતાના સુખ માટે પરને દુઃખ પહોંચાડવું અને છતાં દુઃખ આવે ત્યારે દોષ બીજાને ઓઢાડે તે જાતિની ગતિ જીવને અધોગતિમાં ન ખેંચી જાય તે બીજું શું કરે? વાત કરવી આધ્યાનની ભયંકરતાની અને પંડને માની લીધેલા સુખ માટે પરને આર્તધ્યાનમાં ધકેલતાં પિતાને આંચકો પણ ન લાગે એ કેવી ગજબ છતા ગણાય ?
મૌલિક સુખને અથ આત્મા, કદી કઈ પણ જીવને અસુખ અનુભવવું પડે એવી ચેષ્ટા સુદ્ધાં કરતું નથી.
શ્રી વીતરાગ પરમાત્માની યથાર્થ ભક્તિના પ્રતાપે કેળવાતી જીવમત્રી જ્યારે હદયસાત થાય છે, ત્યારે સહન કરવામાં જે આનંદ અનુભવવા મળે છે તે સામાને સહન કરવું પડે, તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં નથી જ મળત.
કેઈનું ય સુખ ઝુંટવી લેવાને કઈ અધિકાર આપણને ખરે? ના........
તે આજે આપણે જે જીવન જીવીએ છીએ તેનું મધ્યબિંદુ કોણ? સ્વાર્થ કે પરમાર્થ ? દયા કે નિડરતા? મૈત્રી કે દ્વેષ? આત્મશુદ્ધિ કે કર્મમાલિન્ય?
આ ગ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથADE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org