________________
lesstastasestdosh se destestosteste deste destust statesboodstestestost stetstestostestetsteste destustestostodesobedodesteste de sostestostados estese
[૧૮] elete
ઉપરોક્ત પ્રશ્નો ઉપરાંત બીજા પણ અનેક પ્રશ્નો ઊભા થશે. અને તેમ થવાથી આજ સુધી જળવાઈ રહેલી સમાજની શાંતિ અને વ્યવસ્થા જોખમાયા વિના નહિ રહે.
એટલા જ માટે અગ્નિને પાણી બનાવનાર, સર્પને ફૂલની માળા કરી દેનાર, ભૂત . પ્રેતના ભયને ભગાડનાર, દેવદાનનાં મસ્તકેને નમાવનાર, શૂળીનું સિંહાસન કરનાર, સૂતરના કાચા તાંતણે પાણી ખેંચાવનાર, સર્વ સદાચારને સરદાર, ચારિત્રના એક પ્રાણભૂત એવા એક શીલાધર્મને (Celibacy) મોક્ષમાં જવાની ઢીલ ન કરવી હોય, તેમણે સ્વયં પાળવા માટે, અન્ય પાસે પળાવવા માટે અને પાલન કરનારાઓની અનુમોદના (Admiration) કરવા માટે સદા સજજ રહેવાની જરૂર છે. તેમ જ અનંતકાળથી ભેગવવા છતાં, જેનાથી હજી આત્મા તૃપ્ત થયે નથી, એવા ક્ષણિક શાંતિ આપનાર તુચ્છ ' વિષયે માટે સદ્ગતિ સમર્પણ કરનાર પતિવ્રતાના સુંદર વિશેષણને સન્નારીઓએ કદી જતું કરવા જેવું નથી.
અંતે, એટલું જણાવવું આવશ્યક છે કે, બાળ લગ્ન, વૃદ્ધ વિવાહ, કન્યા વિક્રય, મરણ પાછળના તેમ જ વિષયભેગની અનુમોદનારૂપ પાપ તરફ દોરી જનાર અઘરણીનાં (સીમંતના) અનિષ્ટ જમણે, લગ્નપ્રસંગેના બિનજરૂરી ખર્ચ આદિ કુરિવાજ ઉપર સટ અંકુશ મૂકી સિનેમા, નાટક, સર્કસ, મિજબાનીઓ આદિ દ્વારા થતા પૈસાના દુર્વ્યયને અટકાવી, વિધવાઓ માટે શ્રાવિકાશ્રમ જેવી સુંદર સંસ્થા, ધાર્મિક શિક્ષણ આપનારી ઉચ પાઠશાળાઓ, ગરીબ શ્રાવક-શ્રાવિકાના નિર્વાહ માટે વિશાળ ફંડોની સ્થાપના આદિ અનેકવિધ જૈન સમાજમાં સાચા અને આવા જરૂરી સુધારા કરી જેઓ સુધારક નામ ધરાવે છે, તેઓ સાચા સુધારક બને એ જ અભિલાષા. શાસનદેવ સૌને સદ્દબુદ્ધિ અર્પે.
[ આતમનાં અજવાળાં'માંથી સાભાર.]
બીજા જીવોને દુ:ખ આપનારા અજ્ઞાની જીવો અંધારામાંથી અંધારાની તરફ જઈ રહ્યા છે.
– શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર મોહને કારણે મૂઢ બની ગયેલે માનવી ખરી રીતે જ્યાં ભયની આશંકા રહેલી છે, ત્યાં તે ભયની આશંકા નથી કરતો અને જયાં ભય પામવા જેવું કશું નથી, ત્યાં ભયની શંકા રાખ્યા કરે છે.
-- શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર
શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org