________________
slasteste stedest daste.de desbostades sedado desses de cadastososadestado desastode testosteste stedesco de soddast decades destes estos sosteste
વિધવાવિવાહની પુષ્ટિ માટે અપાતું વસ્તુપાળ-તેજપાળની માતાનું દૃષ્ટાંત પણ અસ્થાને છે. વસ્તુસ્થિતિ એ છે કે, આ સ્ત્રીની કુક્ષિથી બે નરરત્ન પાકશે, એવી કઈ ભવિષ્યવેત્તાની વાણીને સાંભળીને નજીકમાં રહેલે માણસ તેને ઉપાડી જાય છે, કર્મવશ બની તે તેના સંબંધમાં જોડાય છે અને તેનાથી આ પુત્રરત્ન પેદા થાય છે. આથી તેમની માતાએ પુનર્લગ્ન કર્યું છે, એમ કદી સિદ્ધ થતું નથી અથવા તે વખતે તે રિવાજ હતું એમ પણ ન કહી શકાય. કેઈ વ્યક્તિગત બનેલી ઘટનાને જૈન સમાજના સુંદર બંધારણને તેડી નાખવામાં દુરુપયેગ કરો એ સજજને માટે ઉચિત તે ન જ કહેવાય. વળી તેવાં નરરત્નની ઉત્પત્તિ એ કાંઈ વિધવાવિવાહને આભારી છે એમ નહિ. પરંતુ જૈન શાસનમાં તેવા મહાન પુરુષની ઉત્પત્તિરૂપ એક જાતની ભવિતવ્યતાને આભારી છે. અરે! હજી કોઈ સધવા સ્ત્રીએ પણ આજ સુધી એવાં નરરત્ન ઉત્પન્ન કર્યા નથી, તે વિધવાઓ દ્વારા તેવાં નરરત્ન ઉત્પન્ન કરવાની ભ્રામક વાતે કરવી એ વ્યર્થ છે. " મૌર્ય અને મંડિતપુત્ર એ બે ગણધરોની માતાનાં આપવામાં આવતાં દષ્ટાંત પણ અનુચિત જ ગણાય. કારણ કે, તેઓ બ્રાહ્મણપુત્રો હતા, એટલે તેમની વાતમાં તે સમયે તે પ્રથા ચાલતી હોય એ સંભવિત છે. પણ તે પ્રથા વીતરાગ ધર્મના અનુયાયીઓએ અપનાવવી જ જોઈએ, એમ કદી બની શકે નહીં. કોઈ પણ જાતિમાં રહેલી સુંદર પ્રથાનું અનુકરણ થઈ શકે છે, પરંતુ આત્માને અહિતકર પ્રવૃત્તિનું નહીં.
. વળી કેટલાક, જૈન ધર્મથી તદ્દન અનભિજ્ઞ પુરુષે તે આદીશ્વર ભગવાને પણ પુનલગ્ન કર્યું છે, એમ કહી તે મહાપુરુષ ઉપર પણ અસત્ય આરોપ મૂકવાનું સાહસ ખેડે છે. નીચેને ખુલાસો વાંચવાથી ખ્યાલ આવશે કે, એ વાત પણ તદ્દન ખોટી છે.
ભગવાન આદીશ્વરના સમયમાં જ્યારે યુગલિક ધર્મ પ્રવર્તતે હતું, ત્યારે જે ભાઈ બહેનેનું યુગલ જન્મ, તે જ યુગલ પુખ્ત ઉમ્મર થતાં, પતિપત્ની તરીકે સંબંધ જોડે છે અને તે યુગલિક માટે અનાદિ કાળને તે નિયમ જ હોય છે.
એવું જ એક સ્ત્રીપુરુષનું યુગલ ઝાડ નીચે બેઠું છે. તે પ્રસંગે અચાનક ઝાડ - ઉપરથી એક ફળ પુરુષના શિર ઉપર પડે છે અને તે મરી જાય છે. (આને અકાળ મૃત્યુ કહેવાય છે.) એટલે કન્યા એકલી આમતેમ ભટકે છે. તેને ઉપાડી નાભિ રાજા પાસે લાવવામાં આવે છે. કન્યાની નિરાધાર પરિસ્થિતિ નિહાળી નાભિ રાજા કહે છે: “રાખે. અમારા હષભની પત્ની થશે.” હજી તે એ ભાઈબહેને પોતાના યુગલિક ધર્મના રિવાજ મુજબ પતિ પત્ની તરીકે જોડાયા પહેલાં જ બેમાંથી એકનું મૃત્યુ થાય છે, એટલે તે કન્યાનું
વ શ્રી આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ
- ITI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org