________________
[CC]seststesteseokslesestoskotsteste destoskestested boobskesteste stedesiststeste de seslestestosteste sistedetstestesesüstesteste desteskao testu hostolesbestoste
વળી ૪૫૫મી ગાથામાં તેઓશ્રી ત્યાં સુધી જણાવે છે :
करमेलापको यस्याभूत् नात्यापि यत्समं ।
तस्याः स एव भर्ता स्यात् , परस्त्री त्वपरस्य सा ।। ભ્રમથી પણ જે સ્ત્રીને જેની સાથે હસ્તમેળાપ થઈ ગયો, તો તે સ્ત્રીને ધણી તે જ થઈ શકે. તે બીજા પુરુષને માટે પરસ્ત્રી ગણાય.
તે પછી એક પતિ મરી ગયા પછી બીજે પતિ કેમ જ હોઈ શકે ?
“કલ્પસૂત્રની ટીકામાં (ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની) રાજા દધિવાહનની સ્ત્રી ધારિણીનું દૃષ્ટાંત પણ એ વાતને નિષેધ કરે છે.
બનાવ એ બન્યું છે. રાજા દધિવાહન અને શતાનિકની લડાઈ થાય છે. તેમાં દધિવાહન હારી જાય છે. ત્યારે તેમની રાણું ધારિણી અને પુત્રી ચંદનબાળા (વસુમતી) કે એક સૈનિકના હાથમાં સપડાઈ જાય છે. ચંદનબાળાને વેચી દે છે અને ધારિણીને કહે છે કે, “હું તને મારી પત્ની બનાવીશ.” બસ! તેને કર્ણકટુક શબ્દો સાંભળતાંની સાથે જ તે જીભ કચડી મરણને વધાવી લે છે, પરંતુ તેના વચનને આધીન થતી નથી. જે શાસનમાં હું તને મારી પત્ની બનાવીશ એ શબ્દો સાંભળવાને માટે પણ સ્ત્રીઓ તૈયાર નથી, ત્યાં બીજો પતિ કરવાની વાત હોય જ ક્યાંથી?
વળી, નેમનાથ ભગવાન ભેગાવલિ કર્મના અભાવે જ્યારે રાજુલ નામની રાજકન્યાને નહીં પરણતાં જાન લઈ પાછા ફરે છે, ત્યારે રાજુલનાં માતપિતા તેને કહે છે કે, ગભરાઈશ નહિ. બીજા કેઈ શ્રેષ્ઠ રાજ પુરુષ સાથે તારું લગ્ન કરીશું. તે સમયે જે કે, રાજુલ હજી લગ્નગ્રંથિથી જોડાઈ નથી, એટલે તે ઈચ્છે તે બીજે પતિ કરી શકે છે, છતાં તે કહે છે કે, સતી સ્ત્રીઓ જેને મનથી પણ પતિ તરીકે સ્વીકારે છે, તેને માટે તેના સિવાય બધા ભાઈબાપ તુલ્ય છે. - આ દષ્ટાંત જૈન સમાજથી ક્યાં અજાણ્યું છે? આવી ઉત્કૃષ્ટ સતીનું નામ ભજનારી વિધવા બહેને જે કાર્ય રાજુલે કર્યું, તે કાર્યને પસંદ કરી તેમના પવિત્ર પંથે વિચરી શીલનું રક્ષણ કરી અનંત જન્મમરણના દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે, એ જ હિતાવહ છે.
પૂજ્ય શ્રી વિજયલમીસૂરિજી મહારાજ “પર્યુષણષ્ટાલિંકા વ્યાખ્યાનમાં સશલ્ય તપ ન કરવા સંબંધી લક્ષ્મણે આર્યાનું દૃષ્ટાંત આપે છે. આ લક્ષ્મણે આજથી રાશી
વીશી ઉપર થયેલ એક રાજપુત્રી છે. તેને પતિ ચેરીમાં જ કર્મવશાત્ મરી જાય છે. ત્યારે તે બીજે પતિ ન કરતાં, સાધ્વી બનવાનું પસંદ કરે છે. આથી એ સિદ્ધ થાય છે
ADS મા શ્રી આર્ય કયાણ ગૌણ સ્મૃતિ ગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org