________________
desteste desta testade sadesteste destacadladeseledeslasastadlustada sesledece badesestadteste stedestestedeste sitededastades sedastade dastehost dastaste beste
બk. [૧] કથન મિથ્યા ન હોય તે તેને દઢ વિશ્વાસ હતે.
જિન શાસનના ઉદ્યોતની વાતથી શિષ્ય પ્રફુલ્લ બન્યું. ગુરુદેવની ચરણરજ માથે ચઢાવી તે નિદ્રાધીન થયે. ગુરુ પણ નિત્ય ક્રિયાઓ પતાવી નિદ્રાવશ થયા. આસરાજે આ બધી વાતો સાંભળી. તે વખતે તેના હૃદયમાંથી વિસરાતી નથી.
સવાર થઈ આસરાજે પ્રતિકમણ પ્રતિલેખનાદિ કરી, પૌષધ પા. ગુરુવંદન કરે છે, ત્યાં તો કુમારદેવી દેવપૂજન કરીને ગુરુવંદન કરવા આવી પહોંચી. ગુરુએ તેને જોઈ. રાતના શિષ્ય સાથે આ અંગે વાત થયેલ હોવાથી ધારી ધરીને જોઈ અને તેમનું મસ્તક હાલી ગયું. તેમને ક્યાં ખબર હતી કે, આસરાજે આ બધું સાંભળ્યું છે !
આસરાજે ગુરુની વાત સાંભળી હતી. પણ તેને એ ખબર ન હતી કે, આ તે જ કુમારદેવી છે, તેથી તેના મનમાં આશ્ચર્ય થયું કે, આચાર્ય મસ્તક શા માટે હલાવે છે? તેણે કુમારદેવીના ગયા પછી વિનયપૂર્વક ગુરુને પૂછ્યું કે, “આપે મસ્તક શા માટે હલાવ્યું?” ત્યારે ગુરુએ લાભ જોઈને કહ્યું : “આ વિધવા સ્ત્રી છે, પણ તેની કુક્ષિથી બે રત્ન પાકવાના છે, એમ તેના શરીરનાં લક્ષણો કહે છે. તેના ડાબા અંગમાં મસે છે, હાથ પર તલ છે.” પણ શાસનદેવીની વાત ન કહી.
આસરાજના મનમાં થયું ? “તે ગુરુએ જેને માટે વાત કરી તે આ જ. આ જ મારી પત્ની થાય તે કેવું સરસ થાય ! એક તે આવું રૂપસુંદર નારી રત્ન અને બીજું તેની કુક્ષિથી બે રત્ન પાકશે. આમ કામિની અને કીતિ એ બંને આને મેળવવાથી મળે. વળી, મારે પત્ની નથી. કારણ કે, પત્ની લાવવા માટે ધન જોઈએ. તે ધન મારી પાસે નથી. જે આને પરણું તે મારે પૈસા પણ ખર્ચવા ન પડે. કારણ કે, આ વિધવા છે. વળી પત્ની વિના જગતમાં જીવન પણ શા કામનું ! અને પત્ની વિના સંસારના ગમે તેવા સુખની કિંમત પણ શી ! માટે ગમે તેમ કરીને હું આને મારી પત્ની બનાવું.”
આમ આસરાજ આશાના મિનારા ચણે છે. પણ કુમારદેવીના મનમાં આવે શેક જ ભાવ નથી. તે તે પોતાનું વૈધવ્ય ભૂલવા દેવપૂજા અને સ્વાધ્યાયનો આશ્રય લઈને જીવન વીતાવી રહી છે. જ્યારે અહીં આસરાજના મનમાં કુમારદેવી પ્રત્યે કામ પ્રગટ છે અને એકપક્ષીય પ્રીતિ જાગૃત થઈ છે. કુમારદેવીની સ્થિતિ શી છે! તે શાસકારના શબ્દમાં જ જોઈએ ?
બાલી ભલી ભામિની ભામે નવિ પડે છે, પાલે સમકિત સાર. છઠ્ઠ અઠ્ઠમ તપ પિસા અંગે આદરે રે, જાણે અથિર સંસાર. કીધાં કર્મ જીવ ભગવે રે, કીધાને અનુસાર, એમ બેલે જિન નિરધાર.
હમ બ્રાઆર્ય કtહ્યાણ ગત્તમ સ્મૃતિગ્રંથ, કાફE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org