________________
destodetestaustedesode stedestestostestastasestesteste decadde dadesastostese do debe seededossesstestosteste sastosta stato sostestato detestade
l
વેલા શાએ વેપારમાં તેને પણ થોડો ભાગ રખા. પિતે અરબી ભાષાનો અભ્યાસ કર્યો. ભાષાના વાહન દ્વારા એનો ધંધે ખૂબ વળે.
મોખા, એડન અને બસરાના વેપારીઓ સાથે ઘર જેવો સબંધ કર્યો. આડતે બાંધી મોલ વેચ્યો ને લીધે.
આઠ મહિનાની એક ખેપમાં કેરા રૂપિયા અગિયાર હજાર કમાઈને વેલે શા મુંબઈ પાછા ફર્યા.
અને હવે વેલા શાએ દેશ-પરદેશના પાણી પીવા માંડ્યા. વેપાર ખેડવા માંડ્યો. લક્ષ્મીના ચરણે ઘરમાં ચેટી ગયાં.
પણ આ બધા લક્ષ્મીદાસે નહોતા કે, લમીના દાસ્યમાં જીવન વેડફી નાખે.
આ બધા લક્ષ્મીપતિઓ હતા. નાવમાં પાણી વધ્યું કે, બબ્બે હાથે ઉલેચવા લાગે! લઈ જાઓ ! લેતા જાઓ ! આવ્યું કે વાપર્યું. વાપર્યું એ આપણું, રાખ્યું એ પારકું !
“કાં નર ભીંતડે કે કાં નર ગીતડે એ કામથી અમર થતા. વેલા શાએ સાગરપારથી દષ્ટિ ખેંચીને મુંબઈ પર માંડી અને મુંબઈ પરથી હઠાવીને પોતાના વતન કરછ કેરઠારા પર મૂકી !
કચ્છ કોઠારામાં મારા ઈષ્ટદેવનું એક સુંદર કળામય મંદિર બાંધું. સં. ૧૯૧૪માં વેલા શાએ પ્રારંભ કર્યો ને સં. ૧૯૧૮માં મંદિરની પૂર્ણાહુતિ કરી.
અભૂત મંદિર સરજાયું ! અજબ કોતરકામ એમાં આલેખાયું. આજે પણ વેલા માલના નામે પ્રખ્યાત મંદિરને જોનાર સહસા મસ્તક નમાવે છે! શું ધર્મપ્રીતિ !
આ મંદિરની પ્રતિષ્ઠા વખતે વેલા શાએ હજારે માણસેને સંઘ કાઢો. આ વખતે એમની મિલક્ત ઓછામાં ઓછી પચાસ લાખની અંકાતી. હજારો માણસ એમાં જોડાયા.
દિવસે સુધી ગામને ધુમાડો બંધ કરાવ્યું. ગામમાં કઈ રાધે નહિ !
ऐस मरणा पमुच्चई, से हु दिमऐ मुगी लेग सि परम दसी।
– શ્રી આચાર સૂત્ર જે મુનિ છે, અર્થાત્ સમ્યમ્ વિજ્ઞાન અને અનુષ્ઠાન સ્વરૂપ મોક્ષ માર્ગમાં નિશ્ચલ છે, સંસારભયને સ્મૃતિમાં રાખે છે અને આખા જગતના અગ્ર ભાગ પર અવસ્થિત મોક્ષ સ્થાન પર સતત દષ્ટિ રાખે છે, તે નિષ્કામ અવસ્થા પામી મૃત્યુ એટલે સંસારથી મુક્ત થાય છે.
શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ
છે
કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org