________________
અનેકાંતવાદનો સંક્ષિપ્ત પરિચય
- મુનિ શ્રી કલાપ્રભસાગરજી
सकलनयविलसितां विरोधमथन नमाम्येनेकान्तम् । – બધા નાના વિરોધને વિનાશ કરવાવાળા અનેકાંતને હું નમસ્કાર કરું છું અનેકાંતવાદનું સ્વરૂપ : “અનંત ધરમ વસ્તુ' (સ્વાદ્વાદ મંજરી),
જૈન સંસ્કૃતિનું માનવું છે કે, પ્રત્યેક વસ્તુના અનtત પક્ષ છે. તે પક્ષેને જૈન દર્શનની ભાષામાં ધર્મ કહેવાય છે. આ દષ્ટિથી સંસારની પ્રત્યેક વસ્તુ અનંત ધર્મ છે.
અનેકાંતમાં અનેક” અને “અંતે” (અનેક + અંત) એ બે શબ્દો છે. અનેક અર્થ અધિક અથવા વધુ અને અંતને અર્થ ધર્મ અથવા દષ્ટિ થાય છે. કઈ પણ વસ્તુ તત્ત્વની જુદી જુદી અપેક્ષાઓથી પર્યાચના કરવી તે “અનેકાંત” છે. “અપેક્ષાવાદ,” “કથંચિદ્વાદ”. સ્યાદ્વાદ” અને “અનેકાંતવાદ.” આ બધા શબ્દો પ્રાયઃ એક જ અર્થના વાચક છે
જૈન સંસ્કૃતિમાં એક જ દષ્ટિબિંદુથી પદાર્થની પર્યાલોચના કરવાની પદ્ધતિને એકાંગી, અપૂર્ણ, અપ્રામાણિક માનવામાં આવેલ છે. અને એક જ વસ્તુના વિષયમાં જુદી જુદી અપેક્ષાઓથી કહેવાની વિચારધારાને સંપૂર્ણ અને પ્રામાણિક રીતે સ્વીકાર કરે છે. આ સાપેક્ષ વિચાર પદ્ધતિનું નામ વસ્તુતઃ અનેકાંતવાદ છે.
અનેકાંતવાદની એ વિશિષ્ટતા છે કે, તે કોઈ વસ્તુના એક પક્ષને પકડીને નથી કહે કે, આ વસ્તુ એકાંતથી આ “જ” છે, જ્યારે તે તે “જકારના સ્થાન પર “પણને પ્રવેગ કરે છે. અન્ય દેશની સાથે તુલના :
જગતમાં જેટલા પણ એકાંતવાદી દર્શન છે, તે બધા વસ્તુ સ્વરૂપના સંબંધમાં એક પક્ષને સર્વથા પ્રધાનતા આપી, કેઈ તથ્યનું પ્રતિપાદન કરે છે. વસ્તુસ્વરૂપના સંબંધોમાં ઉદારમના થઈને વિવિધ દષ્ટિકોણથી વિચાર કરવાની કળા તેઓની પાસે પ્રાયઃ નથી હોતી, અને તેનું કારણ પણ એટલું છે કે, તેમને દષ્ટિકણ અથવા કથન “જનવિતાય” - પુરુષાર્થ સિકયુપાય - શ્રી અમૃતચંદ્રજી કૃત
DE ધ આર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org