________________
des statedodestado de destesboostedadadadadadadadade das edassstedadlastos de beste stade dedo desta dado de dooddoddasdesasosestedt
531
જેવી રીતે હાલની ઊંચાઈ ૩ થી ૪ હાથે, તેના કરતાં ચોથા આરાના અંતિમ સમયની ઊંચાઈ ૭ હાથની છે, તે હાલની ઊંચાઈ કરતાં લગભગ બમણી છે, તે કારણે તે વખતની ચાલવાની શક્તિ પણ લગભગ બેવડી માનવામાં આવે છે. તેવી જ રીતે હાલના છઠ્ઠા સંઘયણ, સેવા સંઘયણને પહેલાં વાષભનારા સંઘયણ હતું, તેની શક્તિ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
છેલ્લા, છેવટ્ટ (છઠ્ઠ સેવાર્ત) સંઘયણ કરતાં પહેલા વાષભનારાચ સંઘયણને કારણે ચાલવાની શક્તિ અનેકગણી વધી જાય છે. છઠ્ઠા સંઘયણ કરતાં પાંચમા સંઘયણુની, પાંચમા કરતાં ચોથાની, ચેથા કરતાં ત્રીજાની, ત્રીજા કરતાં બીજાની અને બીજા કરતાં પહેલાની ચાલવાની શક્તિ ઉત્તરોત્તર વધતી જાય છે. અને તેથી છઠ્ઠા સંઘયણ કરતાં પહેલા સંઘયણની ચાલવાની શક્તિ લગભગ ૨૦ થી ૨૫ ગણી હેવાને સંભવ માની શકાય અને તેથી તે કાળમાં મનુષ્યની ચાલવાની શક્તિ દરરોજ ૧,૦૦૦થી ૧,૨૦૦ માઈલની સામાન્ય પણે માની શકાય.
હાલમાં, (વિ. સં. ૨૦૩૩, ઈ. સ. ૧૯૭૭) મનુષ્યની દરરોજની ચાલવાની શક્તિ ૪૦ માઈલની રહેલી જ છે . (અલબત, બધા મનુષ્ય દરરોજના ૪૦ માઈલ ચાલતા નથી કે ચાલવાની શક્તિ ધરાવતા યે નથી. પરંતુ અત્યારે પણ, કેટલાક મનુષ્ય એવા છે કે, જેઓ દરરોજના ૪૦-૫૦ માઈલ ચાલવાની શક્તિ ધરાવે છે.) દરરોજ ૨૫ થી ૪૦ માઈલ સુધીને વિહાર કરનારા મુનિરાજે હાલમાં પણ વિદ્યમાન છે. જ્યારે આજથી ૫૦-૬૦ વરસ પહેલાં એક જ દિવસમાં ૭૦-૮૦ માઈલ ચાલવાના બનાવો બનેલા છે. કેટલાક ચેર, લૂટારાઓ તે એક જ રાત્રિમાં ૧૦૦ માઈલ દૂર નાસી ગયાના બનાવ બનેલા છે. તદુપરાંત, (૧) ઈ. સ. ૧૯૬૦ લગભગમાં એક માણસ કેરળથી મુંબઈ (લગભલ ૧,૦૦૦ માઈલ) ૧૪ દિવસ પગે ચાલીને પહોંચી ગયેલ હતે. (૨) મેન્સન એહર્નસ્ટ નામને એક વેજિયન ઈ. સ. ૧૮૩૩માં મુખચેનથી ગ્રીસ સુધીનું ૨,૦૦૦ માઈલનું અંતર ૨૪ દિવસમાં તથા ઈસ્તંબુલથી કલકત્તા સુધીનું આવવાનું અને જવાનું મળીને ૬,૨૫૦ માઈલનું અંતર ૫૯ દિવસમાં કાપી ગયેલ. [“સંદેશ”. તા. ૨–૭૧–૪] (૩) હાલમાં ઈ. સ. ૧૯૬માં પાટણ પાસે કુણગેર ગામમાં રહેતા શ્રી ત્રિકમલાલ કરસનદાસ નાયક ૯૦ વર્ષની ઉમ્મરે પણ કુણગેરથી અંબાજી (૯૦ થી ૧૦૦ માઈલ) ત્રણ દિવસમાં પગે ચાલતા જાય છે અને ત્રણ દિવસમાં પગે ચાલતા પાછા ઘેર આવે છે. (૪) હાલમાં, (૧૩ જાન્યુઆરી, ૧૯૭૭) સુરત તરફના શ્રી ઝીણાભાઈ નાયક અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હી તરફ દોડી રહ્યા છે, અને તા. ૧૫–૨–૭૭ સુધીના પંદર દિવસમાં ૫૮૦ કિલોમીટરનું (આશરે ૨૫ માઈલ)
ચી શઆર્ય ક યાણાગૌતમસ્મૃતિગ્રંથ કહીએE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org