SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪િ૬essessessoms shotoshotoshoestostest-footbookssssssodes shotos dosts ..«•••••••••••••••••d souls blog મમતા પાદ્રતણી રખવાલિ, કુમત સરોવર મિથ્યા પાલિક નિર્વિચારુ નિવસઇ તિહાં લેક, ડઈ ઉચ્છવ થઈ શોક. મેહની રાણીનું નામ સુમતિ છે. એના પુત્ર તે કામ, રાગ અને દ્વેષ છે. એની પુત્રીઓ તે નિદ્રા, અધૃતિ અને મારિ ( હિંસા) છે. મેહનઈ રાણી દુર્મતિ નામ, બેઉ બલવંત જેઠઉ કામ; રાગ, દ્વેષ બે બેટા લહૂય, નિદ્રા, અધૃતિ, મારિ એ ધૂઅ. પોતાને રહેવા માટે અનુકૂળ સ્થળ ન મળતાં મનની પત્ની નિવૃત્તિ અને તેને પુત્ર વિવેક પ્રવચનપુરીમાં શમ અને દમ નામનાં વૃક્ષેની છાયામાં બેસે છે. ત્યાં કુલપતિ વિમલબોધને વંદન કરી પોતાના સુખનો પ્રશ્ન કરે છે. વિમલબોધ પિતાની પુત્રી સુમતિને વિવેક સાથે પરણાવવાની વાત કરે છે, અને પ્રવચન નગરીના રાજા અરિહંતરાયને પ્રસન્ન કરીને એમની પાસેથી કંઈ કાર્યસિદ્ધિ મેળવવા સૂચવે છે. નિવૃત્તિ અને વિવેક તે પ્રમાણે કરે છે. વિવેક પ્રવચન નગરીમાં વસી અરિહંતરાયની આજ્ઞા મુજબ કાર્ય કરી તેમને પ્રસન્ન કરે છેઅરિહંતરાય વિવેકને પુણ્યરંગ-પાટણ નામની નગરીનો રાજા બનાવે છે. વળી સાથે સાથે એને એમ પણ સમજાવે છે કે, જે વિવેક પિતાની પુત્રી સંયમશ્રી સાથે લગ્ન કરશે તે દુમનદળને સહેલાઈથી નાશ કરી શકશે. પરંતુ વિવેક બે સ્ત્રીને પતિ થવાની પિતાની ઈચ્છા નથી એમ કહે છેઃ હીં કિમ પરણઉ સંયમસિરિ? ઈક છઈ આગઈ અંતેઉરી; નીદ્ર ન સૂઈ ભૂષ ન જિમઈ, કલિ–ભાગઉ ઘર બાહિર લાઈ જીણુઈ નારી દેઈ પરિગ્રહી, દેઈ ભવ વિણઠા તેહના સહી, બિ કી જઈ જઈ કિમઈ કલત્ર, મનસા હોઈ સહી વિચિત્ર; ઈક આધી ઈક પાછી કરઈ, તિણિ પાપિ નર ગૂડા ભરઈ. એક ઘરણિ તાં ઘરની મેઢિ, બીજી હુઈ તઉ વાધી વેઢિ; બિડુંનઉં મન છોચરતું લઈ પછઈ પછતાવે બલઈ. દિવસે દિવસે વિવેકના રાજ્યનો જેમ જેમ વિસ્તાર અને પ્રભાવ વધતો જાય છે, તેમ તેમ તેના સમાચારથી મેહ રાજા ક્ષેભ અનુભવે છે. તે પોતાના દંભ નામના એક ગુપ્તચર દ્વારા વિવેકની પોતાના રાજ્ય ઉપર આક્રમણ કરવાની ઈચ્છા જાણી લે છે. એટલે તે પિતાના પુત્ર કામને પુણ્યરંગ નગરી ઉપર આક્રમણ કરી વિવેક સાથે યુદ્ધ OF શ્રી આર્ય ક યાણા ગૌતમસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy