________________
tses.self.seesaasaasbestoshooses.sld.seases fees.sssb estobo posted on doese
sea.
[૪૫]
તેજવંત ત્રિભુવન-મઝારિ, પરમહંસ નરવર અવધારિ, જેહ જપતાં નવિ લાગઇ પાપ, દિન દિન વાધઈ અધિક પ્રતાપ. બુદ્ધિ મહોદધિ બહુ બલવંત, અકલ અને અનાદિ અનંત, ક્ષણિ અમરગણિ ક્ષણિ પાયાલિ, ઈરછાં વિલસઈ તે વિકાલિ.
રાણી તાસુ ચતુર ચેતના, કેતા ગુણ બલઉ તેહના ?
રાઉ રાણી બે મનનઈ મેલિ, ફિરિ ફિરિ કરઈ કુતૂડલ કેલિ. એક વખત રાજા પરમહંસનું મન માયા નામની રમણીના રૂપમાં લપટાય છે. એ વખતે રાણી ચેતના રાજાને માયાને સંગ ન કરવા સમજાવે છે અને ચેતવે છે કે, માયાના મેહમાં પડવાથી તેઓ પિતાનું રાજ્ય ગુમાવી સંસારમાં પડશે. પરંતુ રાજા તે માનતા નથી, એટલું જ નહિ, માયાના મોહમાં રાજા પોતાની રાણી ચેતનાને પણ ત્યાગ કરે છે. પરિણામે, રાજા ત્રિભુવનનું રાજ્ય ચાલ્યું જાય છે. રાજા કાયાનગરી વસાવી તેમાં સંતોષ માને છે.
રાજા પોતે પિતાની આ કાયાનગરીને વહીવટ પિતાના મન નામના અમાત્યને સંપે છે. પરંતુ દુષ્ટ વૃત્તિવાળો મન રાજાને બંધનમાં નાખી, જેલમાં પૂરી પિતે રાજા થઈ બેસે છે અને આખા રાજ્યને ધૂળધાણી કરી નાખે છે. હવે રાજા પરમહંસને રાણી ચેતનાની શિખામણ ન માનવાને લીધે પશ્ચાતાપ થાય છે. પરંતુ, અત્યારે તેને કઈ છેડાવનાર
નથી.
મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની છે. પ્રવૃત્તિને પુત્ર તે મોહ અને નિવૃત્તિને પુત્ર તે વિવેક. પ્રવૃત્તિ મનને વશ કરી લે છે અને એને સમજાવી નિવૃત્તિ તથા તેના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે અને પિતાના પુત્ર મહને રાજ્ય અપાવે છે. મનને પુત્ર મહ હવે અવિધા નગરી સ્થાપી ત્યાં રાજ કરે છે. આ અવિદ્યા નગરી કેવી છે? કવિ વર્ણવે છે:
અવિદ્યા નગરી, ગઢ અજ્ઞાન, તૃષ્ણા ખાઈ મેઠું માન; કદાચારુ કોસીસઉલિ, ચારિઈ દુર્ગતિ વહિતી પિલિ. વિષયવ્યાપ વારુ આરામ, મંદિર અશુભાં મન પરિણામ; કામાસન જે કહિયાં પુરાણિ, ચઉરાસી ચહટાં તે જાણી. ભૂરિ ભવંતર સેરી હુઈ, કુડબુદ્ધિ તે ઘરિ ઘરિ કુઈ
મા શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ, DD
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org