________________
I૪૪]
ofess. sts fi
fesis.sel
[ s[ sici s> sposes all
fools. ..........
..si.sexove #
લોકોને એ એટલું બધું ગમી ગયું કે, તેનાથી પ્રેત્સાહિત થઈ, સંસ્કૃત ન જાણનારા સામાન્ય વર્ગ માટે એમને ગુજરાતી ભાષામાં એ કાવ્ય ઉતારવાનું મન થયું. મૂળ સંસ્કૃત કાવ્યની આ એક ખૂબી તેમણે આ ગુજરાતી કાવ્યમાં ઝીણવટથી ઉતારી છે.
રૂપક ગ્રંથિને પ્રકાર આપણા સાહિત્યમાં અન્ય કાવ્ય પ્રકારની તુલનામાં જોઈએ તેટલે ખી નથી. આમ છતાં તેમાં જે થેડીક કૃતિઓનું સર્જન થયું છે, તે નેધપાત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં પંડિત કૃષ્ણ મિશ્ર કૃત નાટક “પ્રબોધ ચંદ્રોદય” “માયા વિજય, જ્ઞાન સૂર્યોદય,” “જીવાનંદન,” “પ્રબંધ ચિંતામણિ ઈત્યાદિ કૃતિઓ રૂપક ગ્રંથિના પ્રકારની છે. અંગ્રેજી ભાષામાં કવિ બનિયનનું “Pilgrim's Progress' એ રૂપક ગ્રંથિના પ્રકારનું એક સુપ્રસિદ્ધ કાવ્ય છે. ઉપરાંત પ્રેમાનંદ કૃત “ વિવેક વણઝારે, જીવરામ ભટ્ટ કૃત “જીવરાજ શેઠની મુસાફરી,” દલપતરામ કૃત “હુરખાનની ચડાઈ” કૃતિઓ રૂપક ગ્રંથિ તરીકે સુપરિચિત છે. આ ઉપરાંત જેમાં તન, મન, આત્મા ઈત્યાદિને માટે રૂપક યોજવામાં આવ્યાં હોય એવાં નાનાં નાનાં રૂપક કાવ્યો તે સંખ્યાબંધ લખાયાં છે.
રૂપક ગ્રંથિ અંગ્રેજી એલેગરીને મળતો પ્રકાર છે. તેમાં માણસનાં ગુણ, અવગુણ, સ્વ. ભાવ, વિચાર, પ્રવૃત્તિઓ ઈત્યાદને હરતી ફરતી જીવંત વ્યક્તિ તરીકે ક૫વામાં આવે છે અને એના સ્વાભાવિક વર્તન પ્રમાણે, એની વાર્તા ગૂંથવામાં આવે છે. આમાં રૂપકકારે મહત્ત્વની વસ્તુઓ ખ્યાલમાં રાખવાની હોય છે કે, દરેક પાત્રનું વર્તન એની સ્વભાવિક ખાસિયત પ્રમાણે જ બતાવવામાં આવ્યું હોય; એટલે કે, ઔચિત્યપૂર્ણ આલેખન એ જ એની મોટામાં મોટી ખૂબી, મોટામાં મોટી સિદ્ધિ અને મોટામાં મોટી કસોટી હોય છે. જે રૂપક
ઔચિત્યપૂર્ણ આલેખન ધરાવતું નથી હોતું, તે વાંચવામાં વાચકને રસ પડતું નથી હોતે. રૂપક ગ્રંથિમાં જેમ વધારે પાત્રો અને જેમ એની કથા વધારે લંબાતી જાય, તેમ તેના કવિની કસોટી વધારે. એટલે જ દીર્ઘ સાતત્યવાળી રૂપક ગ્રંથિઓનું સર્જન કરવું એ એક કપરું કાર્ય મનાય છે. સામાન્ય વ્યવહારમાં “ સંસારસાગર ” “માનવમહેરામણ,” “જીવનનાવ,” “કાલગંગા, ઈત્યાદિ શબ્દરૂપકે આપણે પ્રજીએ છીએ. પરંતુ એક આખી રૂપક ગ્રંથિની વાર્તાસૃષ્ટિ કેવી હોય છે, તે “ત્રિભુવન દીપક પ્રબંધ'ની કથા પરથી વધારે સ્પષ્ટ સમજાશે. એ કથા આ પ્રમાણે છે:
પરમહંસ નામને એક અત્યંત તેજસ્વી રાજા ત્રિભુવનમાં રાજ્ય કરે છે. તેની રાણીનું નામ ચેતના છે. રાજા અને રાણી બને આનંદપ્રમોદમાં પોતાનો સમય પસાર કરે છે. કવિ લખે છે ,
2)S
આર્યકલયાણગોમસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org