________________
[8
............
ગુજરાતી ભાષાના આદ્યકવિ
અચલગચ્છીય કવિ ચક્રવતી શ્રી જયશેખરે સૂરિ કૃત ત્રિભુવન દીપક પ્રબંધ
[એક સક્ષિપ્ત પરિચય ]
શ્રી રમણલાલ સી. શાહુ M. A,
1
વિક્રમના પંદરમા શતકના કવિ શ્રી જયશેખરસૂરિની પ્રતિભા ખરેખર એક મહાકવિની છે. મધ્યકાળના ગણનાપાત્ર ઉત્તમ કવિઓમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. એમણે ગુજરાતી ભાષા કરતાં સસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પેાતાનું સર્જન વિશેષ આપેલુ છે અને તેમાં જ મહાકવિની તેમની પ્રતિભાનાં આપણને દર્શીન થાય છે. એમણે બાર હજાર શ્લોકથી અધિક પ્રમાણવાળી ‘ઉપદેશ ચિંતામણિ' નામના ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃતમાં લખ્યા છે. આ ઉપરાંત એમણે · ધમ્મિલચરિત મહાકાવ્ય ” અને “ જૈન કુમાર સંભવ” નામનાં બે મહાકાવ્યેા લખ્યાં છે. એ મહાકાવ્યે જ એમની મહાકવિ તરીકેની સિદ્ધિનાં દર્શન કરાવવાને બસ છે. મહાકાવ્યેા ઉપરાંત એમણે ‘ પ્રાધ ચિંતામણિ, દ્વાત્રિ’શિકા,’· ગિરનાર ગિરિદ્વાત્રિ'શિકા,’‘મહાવીર જિનદ્વાત્રિ'શિકા, કુલક ' ઇત્યાદિ ગ્રંથોની રચના કરી છે. ગુજરાતીમાં એમણે પેાતાના સંસ્કૃત રૂપક કાવ્ય ‘ પ્રોાધ ચિંતામણિ ' પરથી ‘ત્રિભુવન દીપક પ્રબંધ'ની રચના કરી છે.
6
શત્રુંજય તી
‘ આભાવમેધ
જયશેખરસૂરિ અચલગચ્છના હતા. તેમના ગુરુ મહેન્દ્રપ્રભસૂરિ હતા. મેરુતુ ગસૂરિ, મુનિશેખરસૂરિ તેમના ગુરુબ'એ હતા. જયશેખરસૂરિ પેાતાના ‘જૈન કુમાર સંભવ’ના અંતિમ બ્લેકમાં પોતાને ‘ વાણીદત્તવર ’ તરીકે ઓળખાવે છે. એમની સમર્થ કવિ-પ્રતિભાની કીર્તિ એમના જમાનામાં ચારે બાજુ એટલી બધી પ્રસરેલી હતી કે, ખીન્ત કવિએ એમની પાસે પ્રેરણા મેળવવા આવતા. માણિકયસુંદરસૂરિ, ધ શેખરસૂર, માનતુ ગણિ ઈત્યાદિ કવિઓની પ્રતિભા એમની છાયા નીચે જ ઘડાઇ હતી.
Jain Education International
‘ ત્રિભુવન દીપક પ્રબંધ ' જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં રચેલી એક અત્યંત મહત્વપૂર્ણ કૃતિ છે. નરસિહ પૂર્વેની ગુજરાતી કાવ્યકૃતિઓમાં અને વિશેષતઃ રૂપકના પ્રકારની કૃતિઓમાં આ ‘ત્રિભુવન દીપક પ્રબંધ 'નું સ્થાન ઘણું ઉચ્ચ કક્ષાનુ છે. જયશેખરસૂરિએ ‘પ્રબોધ ચિંતામણિ’ નામનું રૂપક કાવ્ય સંસ્કૃતમાં રચ્યું અને સંસ્કૃત જાણનાર
:
શ્રી આર્ય કલ્યાણૌતપ્તસ્મૃતિગ્રંથ
DIE
For Private & Personal Use Only
www.jainelibrary.org