________________
કossesseslessed boddessess
o
fessages
feedbsess to obsesses
|૩૧]
પિતાને અત્યંત હર્ષ પ્રાપ્ત થાય છે. પિતાને ક્યાંય પણ પરાભવ થતું નથી. બધા જ રાજાઓ નમે છે. સર્વત્ર પિતાની આજ્ઞાનું વિશાળ પ્રવર્તન થાય છે. પિતાની યશકીર્તિ સર્વ દિશાઓમાં ફેલાય છે. વંશની ઉન્નતિ થાય છે. ઘરમાં સર્વ સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને ચારે બાજુથી સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે, વિપત્તિઓ દૂર જાય છે.
તેમના જન્મ ક્ષણે સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે. ત્રણે લેકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે. અંતમુહૂર્ત સુધી નારકીઓને પણ સુખ થાય છે. પ્રમુદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહાંગણમાં રત્નનાં, સેનાનાં અને રૂપાનાં આભરણેની, ઉત્તમ વસ્ત્રોની, પુની અને સુગંધી જળની વૃષ્ટિ કરે છે. દેવતાઓ “જય જય’ શબ્દથી આકાશને ભરી નાખે છે. દેવોની દુંદુભિ આકાશમાં હાથથી તાડન કર્યા વગર વાગતી જ રહે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થાય છે. સુગંધી અને શીતળ વાયુ વાય છે, પૃથ્વી ઉપરથી ધૂળ સર્વત્ર શાંત થઈ જાય છે. પૃથ્વી સુગંધી અને શીતળ થાય છે.
છપ્પન દિકકુમારીઓ સુખકારક સૂતિકર્મ કરે છે. ચોસઠ ઈદ્રો મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરે છે, જગત ક્ષણવાર સર્વથા નિરુપદ્રવી, સમૃદ્ધિમય અને આનંદમય થઈ
જાય છે.
તે આ રીતે : દેવતાઓ, મનુષ્ય અને તિય એના પરસ્પરનાં વૈર નાશ પામે છે. લોકનાં આધિ અને વ્યાધિ શમી જાય છે. લેકમાં શુદ્ર ઉપદ્રવ થતા નથી. શાકિનીઓ કેઈનું કાંઈ પણ અનિષ્ટ કરી શકતી નથી. દુષ્ટ મંત્રો અને તંત્ર પ્રભાવ વિનાના થઈ જાય છે. ગ્રહો શાંત થઈ જાય છે. ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવે ઉપશાંત થાય છે. લેકનાં મન પરસ્પર પ્રીતિવાળાં થાય છે.
પથ્વીમાં દૂધ, ઘી, તેલ, ઈશ્કરસ વગેરેની વૃદ્ધિ થાય છે. સર્વ વનસ્પતિઓ પુષ્પ, ફળ અને નવકોમળ પત્રોથી સમૃદ્ધિ થાય છે. મહાન ઔષધિઓના પોતપોતાના પ્રભાવમાં ઘણી જ વૃદ્ધિ થાય છે, રત્ન, સોનું, રૂપું આદિ ધાતુઓની ખાણોમાં તે તે વસ્તુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે.
સમુદ્રોમાં ભરતી આવે છે. પાણી અત્યંત સ્વાદિષ્ટ અને શીતળ થાય છે. બધાં પુપે અધિક સુગંધવાળાં થાય છે. પથ્વીમાં રહેલાં નિધાને ઉપર આવે છે. વિદ્યાઓ અને મંત્રના સાધકને સિદ્ધિઓ સુલભ થાય છે. જોકેના હદયમાં સદ્દબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનાં મન દયાથી આદ્ધ થાય છે. મુખમાંથી અસત્ય વચને નીકળતાં નથી. બીજાઓનું
આ શીઆર્ય કલ્યાણગૌતમ ઋતિગ્રંથ 25),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org