________________
30
statesteestastedastada stasestestostestastest testosteste deste destosteste destestesteste desteste destest testeste destestostesseste deste testo sta ste stasestestostestes
વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ આદિ પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
બેઈ દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શુક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તેઈદ્રિય તથા ચૌરિંદ્રિયમાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
પંચંદ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણોવાળા અશ્વરૂપે ઉત્પન્ન થાય છે.
તે પછી મનુષ્યમાં આવેલા તેઓ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યકત્વ પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ રૂપે સંપૂર્ણ સામગ્રી પામીને, અહંદવાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થકર નામ કર્મની ઉપાર્જન કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં દેવલોકનાં ઉત્તમ સુખને અનુભવીને, ત્યાંથી આવેલા તેઓ ચરમ જન્મમાં સ. ત્તમ અને વિશુદ્ધ જાતિ-કુળ-વંશમાં ઉત્પન્ન થાય છે.
" તે વિશુદ્ધ જાતિ-કુળમાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચૌદ મહા સ્વપ્નો આવે છે.
તેઓ ગર્ભવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન યુક્ત હોય છે.
તેઓના મહાન પુણ્યદયથી પ્રેરાયેલ જાંભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઇદ્રિના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાને ભગવંતના ગૃહમાં નિક્ષિપ્ત
તેઓ જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હોતી નથી તેમ જ માતાને પણ વેદના હોતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિ. યુતિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બળ આદિમાં વૃદ્ધિ થાય છે. મન, વચન, કાયાના યોગો શુભ થઈ જાય છે. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિમાં ઘણું જ વૃદ્ધિ થાય છે. પરોપકાર, દયા, દાન, દેવગુરુભક્તિ ઈત્યાદિ ગુણો વિકસે છે. સ્વજને તરફથી અત્યંત બહુમાન મળે છે અને સર્વ પ્રિય ઈન્દ્રિય વિષયની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે.
રાઈ શર્ય કાયાણગૌતમસ્મૃતિગ્રંથ તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org