________________
સવ તીર્થકરોનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ
– મુનિ શ્રી તસ્વાનંદવિજયજી મ.
[ સર્વ તીર્થકરને લગતી સામાન્ય વસ્તુઓ સંક્ષેપમાં “પપ રન્ન ગ્રંથને આધારે અહીં રજૂ કરવામાં આવી છે.]
બધા પુરુષમાં પુરુષત્વ સમાન હોવા છતાં પૂર્વકૃત શુભાશુભ કર્મના પરિણામને કારણે ચાર પ્રકારના પુરુષાર્થોની સાધનામાં ભેદ પડે છે, તેથી આગમાં છ પ્રકારના પુરુષ વર્ણવવામાં આવ્યા છે. તે આ રીતે : (૧) અધમાધમ, (૨) અધમ, (૩) વિમધ્યમ, (૪) મધ્યમ, (૫) ઉત્તમ, (૬) ઉત્તમોત્તમ.
વિશેષાથીઓએ પ્રથમ પાંચ પ્રકારના પુરુષોનું વર્ણન “પટવુચરિત્તરથી જાણી લેવું. અહીં ફક્ત ઉત્તમોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતનું વર્ણન જ આપવામાં આવ્યું છે.
ઉત્તમોત્તમ પુરુષ તીર્થકર નામકર્મના ઉદયવાળા શ્રી તીર્થકરે જ છે. તેઓ ત્રણે લેકના ઈશ્વર, ત્રણે લેકના નાથ, ત્રણે લોકમાં સૌથી અધિક પૂજનીય, ત્રણે લેક વડે સ્તવવા ગ્ય, ત્રણે લેક વડે ધ્યાન કરવા ગ્ય, સંપૂર્ણ નિર્દોષ અને સર્વ ગુણ સંપન્ન હોય છે, તેથી જ તેઓ સર્વ પ્રકારે સર્વ જીવથી ઉત્તમોત્તમ છે.
જ્યારે તે તીર્થકર ભગવંતના જીવે અનાદિ કાળમાં અવ્યવહાર રાશિમાં હોય છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના તથા ભવ્યત્વના વિપાકથી અનેક વિશેષ ગુણોને કારણે બીજા છ કરતાં ઉત્તમ હોય છે.
તે પછી યથાપ્રવૃત્તકરણ વડે જ્યારે તેઓ વ્યવહાર રાશિમાં આવે છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના કર્મ વિપાકના ભાવથી પૃથ્વીકાયના જીવમાં ચિંતામણિ રત્ન, પદ્મરાગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમ રત્નરૂપે થાય છે.
અપકાયમાં તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે. તેઉકાયમાં મંગલદીપ આદિ રૂપે ઉત્પન્ન થાય છે.
વાયુકામાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંત ત્રત્કાલીન મૃદુ, શીતલ અને સુગંધી વાયુ આદિ રૂપે ઉત્પન્ન થાય છે.
શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિ ગ્રંથ કઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org