________________
testostestosteste de stockage deste slaststedet fokstedtekstoskestostesteste stedestestestestetstesteskestestestetstestestostestostestetstesteseotsbtestestes[]
ટીકા : આ મરણ પર વાચક પુણ્યસાગરે વિ. સં. ૧૭૨૫માં “સુબોધિકા” નામની ટકા રચી છે, પણ તે છપાવાઈ હોય, તેમ જણાતું નથી.
[૭] નમુહૂર્ણ (શક સ્તવ) આ કૃતિ તપાગચ્છીઓને પણ માન્ય છે. એ વિવિધ આગમેમાં ન્યૂનાધિક પ્રમાણમાં જોવાય છે. એ પરત્વે મેં “નમુત્થણને અંગે” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે. હરિભદ્રસૂરિએ “ચત્યવંદન સૂત્રની વૃત્તિ રચી છે. તે “લલિત વિસ્તર”નામે સુપ્રસિદ્ધ છે. તેમાં “અરિહંત'ના જે પચીસ વિશેષણે “શિક સ્તવમાં જોવાય છે, તે ક્યા ક્યા મતના પ્રતિકારરૂપ છે, એ બાબત દર્શાવાઈ છે. આની નેંધ મેં “શ્રી હરિભદ્રસૂરિ નામના મારા પુસ્તકમાં (૫. ૧૯૭-૧૯) માં લીધી છે. આ નિરૂપણ શ્રીહરિભદ્રસૂરિના એક અપૂર્વ કાર્યરૂપ છે. તેમાં મત – વાદને નિર્દેશ છે, અને તે વિષે કેટલીક બાબતે પૂ. ૩૨૮-૩૩૫માં આપી છે.
[૮] (લહુ) અજિયસંતિ થયા - કવિ વીરગણિની આ કૃતિ આઠ પવો અપભ્રંશમાં અને અંત્ય પ્રાસથી અલંકૃત છે, અને તે “લઘુ અજિત શાંતિ સ્તવ” તરીકે ઓળખાય છે. તેમાં કહ્યું છે : “આ સ્તવ સાંવત્સરિક, પાક્ષિક અને ચાતુર્માસિક (પ્રતિકમણો)માં જે ભણે અને સાંભળે તેનું અશુભ જાય અને સકળ સુખ સાંપડે.” આ સ્તવના પ્રણેતા તે જ “પ્રભાવક ચરિત્તમાં નિર્દેશાયેલા વીરગણિ છે કે કેમ તે જાણવાનું બાકી રહે છે. આ સ્તવમાં અજિતનાથ અને શાંતિનાથ એ બે તીર્થકરોની સંયુક્ત સ્તુતિ છે.
[6] બૃહદજિત શાંતિ સ્તવ આ નામ ઉપર્યુંકત આઠમા સ્મરણને અનુલક્ષીને રચાયું લાગે છે. તેના કર્તા જયશેખર સૂરિએ “અજિત શાંતિ સ્તવ” નામ સેળમા પદ્યમાં દર્શાવ્યું છે. આ સ્તવમાં ૧૭ પદ્યો સંસ્કૃતમાં છે અને તે પણ ઉપર્યુંકત બે તીર્થકરને અનુલક્ષીને રચાયેલાં છે.
પ્રણેતા ઃ આ સ્તવ અંચલગચ્છીય જયશેખરસૂરિની રચના છે. તે “સૂરિ ચક્રવતિ” તરીકે ઓળખાવાય છે. તેઓ મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ શિષ્ય પૈકી વચલા શિષ્ય છે. મેરૂતુંગસૂરિ પણ આ ત્રણ શિષ્યમાંના એક છે. જયશેખરસૂરિએ નાની મોટી મળીને ૧. આ લેખ “જૈન સત્ય પ્રકાશ' (વર્ષ ૨, અંક ૧૨)માં છપાયે છે.
શ્રી શ્રી આર્ય કથાગોમસૃતિગ્રંથ 25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org