________________
[૨૨]Mess,
fastestodesedadlo dodaste destestade destes dadededede dados de
edades desaste desde dedes dasbodedesisleslasastosta dosedastabolt
(૩) અજિય સંતિ થાય : આમાં ૧૭ પ્રાકૃત પદ્યો છે. એ મંત્રગર્ભિત છે અને તેમની
રચના ધર્મશેષગણિએ કરી છે. આ કૃતિ મારા જોવામાં આવી નથી, તેમ જ
ધર્મશેષગણિ વિષે મને વિશેષ માહિતી પણ નથી. (૪) અજિત શાંતિ સ્તવઃ આ ૧૭ પદ્યોની સંસ્કૃત કૃતિ વિધિપક્ષગછીય જયશેખરસૂરિએ
રચી છે. તેને આ ગરછીઓ “બૃહદજિતશાંતિ સ્તવ” નામે નવમું સ્મરણ ગણે છે. (૫) અજિત શાંતિ સ્તવઃ આની રચના સંસ્કૃતમાં તપાગચ્છીય શાંતિચંદ્રગણિએ વિ. સં.
૧૬૫૧માં કરી છે. અજિત શાંતિ સ્તવન : આની રચના ખરતર ગચ્છના જિનદયસૂરિના દીક્ષા ગુરુ મેરુનંદન ઉપાધ્યાયે ગુજરાતીમાં વિ. સં. ૧૪૩૨ના અરસામાં કરી છે અને એ રત્નસમુચ્ચય” અથવા “રામવિલાસ”માં પૃ. ૨૧૫–૨૧માં પ્રગટ કરાવ્યું છે.' ઋષભ વીર સ્તવન : આની રચના સંસ્કૃતમાં ૩૯ પદ્યમાં ઉપર્યુક્ત શાંતિચંદ્ર ગણિએ મૂળ કૃતિના જ છંદોમાં કરી છે. એને પ્રા. શુબ્રિગે મૂળ કૃતિની સાથે જ સંપાદિત કર્યું છે, અને તે ઈ. સ. ૧૯૨૩માં છપાયું છે. આ સ્તવન ત્યારપછી ઈ. સ. ૧૯૩૪માં “પ્રકરણ રત્નાકર” (ભા. ૩) માં પણ છપાયું છે.
(અ) છંદલક્ષી અનુકરણ સિદ્ધચક્ક થય (સિદ્ધચક્ર સ્તવ) કિંવા મંગલમાળા : આની રચના તીર્થોદ્ધારક શ્રી વિજયનેમિસૂરિના શિષ્ય સ્વ. શ્રી વિજયપધસૂરિએ મૂળ કૃતિના છેદમાં પ્રાકૃતમાં ૪૨ પઘોમાં કરી છે. (તેમણે જાતે જ તેની એક પ્રતિ તેમને સ્વર્ગવાસ થયે, તે અરસામાં મને ભેટ આપી છે.) તે પ્રકાશિત છે. તેમાં અરિહંતાદિ નવ પદોને અંગે ઓછાં વધુ પદ્યો છે. ઉદા મંગલાચરણરૂપ પ્રથમ પદ્ય બાદ પરમેષ્ઠીઓ માટે પાંચ પાંચ પડ્યો, દર્શન પદ માટે ત્રણ, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે પદો માટે બને પદ્યો છે. છંદોનાં નામ દર્શાવાયાં છે.
આની ધ “પ્રબોધ ટીકા' (ભા. 1, પૃ. ૫૫૬ ) માં છે, પણ જિનરત્ન કોશ' ( વિભાગ ૧)
માં આને ઉલ્લેખ જણાતો નથી. ૨. “જિનરત્ન કોશ' ( વિ. ૧, પૃ. ૨) માં પણ આને બદલે “અજિત શાંતિ લઘુ સ્તવ' નામ છે. ૩. એજન પૃ. ૩ ૪. જુઓ. જૈન ગૂર્જર કવિઓ ” (ભા. ૧, પૃ. ૧૯ )
Cછે ક આર્ય કથાશગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org