________________
[૨૦] sb devoteebasses..testolivebbiepossessess textbooksbelowcosbyseb bossb.top.bobobobobsess - આ કૃતિને અંગે આવું કાર્ય એક મુનિશ્રીએ અમુક અંશે કર્યાનું મેં સાંભળ્યું છે, પણ તે મારા જેવામાં આવ્યું નથી. આ કૃતિ બંધથી વિભૂષિત છે, એ કઈ પ્રાચીન ઉલ્લેખ પણ મારા જેવા કે જાણવામાં નથી. વિશેષમાં ઉપર જે આઠ બંધ અપાયા છે, તે. એનાં લક્ષણે અનુસાર છે કે નહિ, તેની તપાસ કરવાની મને અભિલાષા થતાં, મેં આ અંગે બે લેખો લખ્યા હતા અને તે પ્રકાશિત પણ થયા છે.
મારા કેટલાક ગુજરાતી લેખમાં આ જ વિષે ખપ પૂરતી માહિતી મેં “હીરક સાહિત્ય વિહાર” (પૃ. ૯, ૧૦)માં આપી છે. ચકબંધ અને હલબંધ - આ બે બંધોમાં મેં ગુજરાતી પદ્યાત્મક રચના કરી છે અને એ છપાઈ છે. તેની પણ એમાં નેધ છે.
વિષય : અજિતનાથ અને શાંતિનાથ એ બે તીર્થકરોના ગુણગાન છે.
કતૃત્વ : આ મરણની “તું મોg૩ ૩ નંતિ થી શરૂ થતી ગાથામાં “નંદિણ” શબ્દ છે. તેઓ આ કૃતિના પ્રણેતા છે. “તેઓ નેમિનાથના ગણધર નંદિષેણ છે કે શ્રેણિકના પુત્ર નંદિષેણ છે કે અન્ય કઈ મહર્ષિ છે તે જાણી શકાતું નથી.” એમ જિનપ્રભસૂરિએ આ કૃતિની વૃત્તિ “બધિદીપિકા ”માં કહ્યું છે. આ મહત્વની વૃત્તિ અદ્યાપિ અપ્રકાશિત જણાય છે, તેથી ખેદ થાય છે.
પ્રાચીનતા ઃ આ સ્મરણ કે જે સ્તુતિ – તેત્ર રૂપ છે, તેને ઉલ્લેખ સંઘદાસગણિ ક્ષમાશ્રમણ કપ (બૃહત્કલપસૂત્ર)ના લહુ ભાસ (લઘુ ભાગ્ય)ની પપ૪૯ મી ગાથામાં કર્યો છે, એટલે એ ક્ષમાશ્રમણની પૂર્વે રચાયાનું અનુમાનાય છે. આ સંઘદાસગણિ વસુદેવહિથ્વીના પ્રથમ ખંડના પ્રણેતા સંઘદાસગણિ વાચકથી ભિન્ન છે, અને એમના પછી થયા છે. વિશેષમાં. તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પહેલાં, વિક્રમની પાંચમી સદીમાં થઈ ગયા છે. આમ આ કૃતિ ઘણી પ્રાચીન છે.
છાયા : અજિયસંતિની છાયા વિવિધ સ્થળેથી પ્રકાશિત થઈ છે.
વિવરણે પ્રસ્તુત કૃતિ ઉપર સંસ્કૃતમાં નિમ્નલિખિત વૃત્તિઓ રચાઈ છે. ૧. બોધદીપિકા - જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૬૫માં આની રચના કરી છે, અને ઘણી
વિસ્તૃત છે. તે સત્વરે પ્રકાશિત કરાવવી જોઈએ. ૨. ટીકા : આ વદ્ધસૂરિની અભ્યર્થનાથી ગોવિંદાચાર્યે રચી છે. એમને સમય
જાણમાં નથી. ૧. કેટલાક આને “બોધદીપિકા' કહે છે.
રહી ન શ્રીઆÁ કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org