________________
blad.babestude de siste deste destestosteste de
foloseste
t
estostestides destes se stalastastestoste deste stedestestestostestestestestestestestestoster
કુદષ્ટિઓને, કુપાત્રોને પોષવાનો દોષ તો લાગે, પરંતુ એમના ઠઠારા અને વચન જાળમાં ફસાઈ જતાં સમ્યક્ત્વ છેવાનો પણ વખત આવી જાય છે. એકને જોઈ બીજા જીવે પણ એ બાજુ જાય છે અને સમ્યક્ત્વ એઈ બેસે છે, તેથી એ છ જયણું પાળવી. કેઈ પ્રસંગે જૈન શાસનના લાભને કારણે કોઈ વખત એ છે જયણમાં અપવાદ સેવા પડે અર્થાત્ એમાં થેડી ઢીલાશ કરવી પડે, તે જૈન શાસનને થતા લાભને કારણે એટલી ઢીલાશથી દોષ લાગતો નથી.
એ જયણાઓ સાચવનાર આત્માને સમ્યક્ત્વ હોય છે અથવા પ્રાપ્ત થાય છે અને તે ટકી રહે છે.
૧૦. છ આગાર સમ્યકત્વ અને બીજાં જે વ્રતપશ્ચખાણ જીવ જે જે રીતે સ્વીકારે છે, તે તે રીતે જ બધાં પાળવાં જોઈએ. વ્રત પાળવામાં એવો દઢ રહે કે વ્રત પાળતાં પ્રાણાંત કષ્ટ આવતું હોય, મરણ થવાનો પણ પ્રસંગ આવતું હોય તે તેને ભય છેડી શુદ્ધ વ્રતને પાળે. પરંતુ, સંકટ આવે, ત્યારે વ્રત પાળવા ને એવા દઢ ન રહી શકે, તેમના માટે છે આગારે કહેલા છે. તેમાંથી ન છૂટકે એકાદ આગારનો ઉપયોગ કરાય, તે વ્રતભંગ થત નથી. તે છ આગાર આ પ્રમાણે છે :
- (૧) રાજાભિગ આગાર : રાજા, મહારાજાએ દબાણ કરે, ત્યારે ન છૂટકે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તે વ્રતભંગ થતો નથી.
(૨) ગણુભિગ આગાર : ગણ એટલે મનુષ્યને સમુદાય દબાણ કરે, ત્યારે ન છૂટકે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તે બતભંગ થતો નથી.
(૩) બલાભિગ આગાર: ચેર, કુર માણસ, લુચ્ચા, લફંગા માણસે કે લશ્કર દબાણ કરે ત્યારે, પ્રતિજ્ઞા વિરુદ્ધ ન છૂટકે કરવું પડે, તેથી વ્રતભંગ થતો નથી.
(૪) દેવાભિગ આગાર : ક્ષેત્રપાળ કે અન્ય દેવદેવીઓ દબાણ કરે, ત્યારે ન છૂટકે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તે વ્રતભંગ થતું નથી.
(૫) ગુરુનિગ્રહ આગાર : માતા પિતા વગેરે વડીલે દબાણ કરે, ત્યારે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તો તેથી વ્રતભંગ થતું નથી.
(૬) વૃત્તિ દુર્લભ આગાર : આજીવિકાની અત્યંત મુશ્કેલી ઊભી થાય અથવા બીજી પણ જીવલેણ મહાન મુશ્કેલીઓ આવે, ત્યારે હૃદયમાં દુઃખ ધારણ કરતાં પ્રતિજ્ઞા "વિરુદ્ધ કરવું પડે છે તેથી વ્રતભંગ નથી.
મા શ્રી આર્ય કયાાગોમસ્મૃતિગ્રંથ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org