________________
[૧૦] -
eee નનનના કારક
હકક (૩) નિર્વેદ લક્ષણથી જીવને આ ભવ નરક જે કે કેદખાના જે અતિ દુઃખદાયી લાગે છે. પોતે જાણે કેદખાનામાં પડ્યો છે અને આમાંથી હુ કયારે છૂટું, ક્યારે છૂટું ? આ દુઃખ મારાથી સહેવાતું નથી. એથી આ સંસારમાંથી નીકળી સર્વ વિરતિધર સાધુ બનું અને મેક્ષ સાધું, એવી ભાવના નિર્વેદ લક્ષણયુકત જીવની હોય છે.
(૪) અનુકંપા લક્ષણ દ્રવ્ય અને ભાવથી હોય છે. દ્રવ્યાનુકંપા લક્ષણથી જીવને દુઃખથી પીડાતા જોઈને અન્ન, વસ્ત્ર, દવા જેવી દ્રવ્યરૂપ વસ્તુઓ આપીને તાત્કાલિક દુઃખ ટાળવાની ભાવના થાય છે. વળી ભાવાનુકંપા લક્ષણથી જીવને ધર્મ આરાધના ન કરનારા ચક્રવતીઓ, રાજામહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને બીજા પણ એવા બધા જીવોને
ધર્મ કર્યા વિના બિચારા આ જીવે અનંતકાળ સુધી અનંત ભ કરતા, અનંત દુખે પામતા અતિશય દુઃખી થઈ જશે, એટલે આવા જીવો ધર્મ પામે એ માટે કંઈક કરી દઉ” એવી ભાવના તેને થાય છે અને ધર્મહીન જીને ધર્મ પમાડવાનું કાર્ય તે યથાશક્તિ
(૫) આસ્તિતા લક્ષણથી જીવને એમ લાગે છે કે “વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી, સંસારનું, ધર્મનું, મોક્ષનું તથા જગતનું સ્વરૂપ જિનેશ્વર દેવે કહે છે, તેથી એમનાં વચને સંપૂર્ણ પણે સત્ય છે. એ વચનેમાં જરા પણ બેટાપણું નથી. એ વચનો ક્યારે પણ બેટાં પુરવાર નહીં થાય.” એ જિન વચન પરને દઢ વિશ્વાસ હોય એ આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ જાણવું. આ પાંચ લક્ષણો જેમાં હોય તે આત્માને સમ્યકત્વ હોય જ છે.
૯. છ યતના (જયણાઓ) જૈન ધર્મ સિવાયના ધર્મવાળાના ગુરુ તથા દેવો અને બીજા ધર્મવાળાઓએ પોતાના કબજામાં રાખેલી જિનપ્રતિમાઓને પણ (૧) વંદન ન કરવું, એટલે બે હાથ જોડી વંદન ન કરવું. (૨) નમન ન કરવું, એટલે મસ્તક નમાવી નમન ન કરવું. (૩) દાન ન આપવું એટલે તેઓને પાત્ર માની, ગૌરવભક્તિ દેખાડી તેમને જોઈતાં અન્ન, વસ્ત્ર, પાત્રાદિનું દાન ન આપવું. (૪) અનુપ્રદાન ન કરવું, એટલે એમને પાત્ર માની, ગૌરવભકિતથી વારંવાર દાન ન આપવું. કુપાત્રને માત્રબુદ્ધિથી દાન આપવાથી અનુકંપાદાન જેટલું પણ ફળ મળતું નથી, પરંતુ કુપાત્રને પોષવાને દોષ લાગે છે. કુપાત્રોને વંદન નમન કરવાથી પણ કુપાત્રોને પોષવાને દોષ લાગે છે. (૫) આલાપ ન કરે, એટલે એમની સાથે વણબોલાવ્યા બોલવું નહિં, (૬) સંલાપન કરે એટલે તેમને વારંવાર ન બોલાવવું. તેમની સાથે વંદન, નમન, દાન અને બોલવાનું કરવાથી
ર) શીઆર્ય કયાામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org