________________
[૧૮] ન હતeo desed. Moviessisteelka.... - -- -- issle the best tests...vissessesses. Lossess પૂજ્યશ્રીની પ્રેરણાથી વિશાળ યાત્રિકથુહ રૂપ બે જૈન ધર્મશાળાઓનું પાલીતાણામાં નિર્માણ :
- સં. ૨૦૩૫, શૈત્ર સુદ ૫ ના ગિરિરાજ પર મૂળનાયક દાદાશ્રી આદીશ્વર પ્રભુ સન્મુખ સંઘપતિઓની માળ ક્રિયા કરવામાં આવી હતી. આ યાત્રાની સ્મૃતિ નિમિત્તે પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણું અનુસાર પાલીતાણામાં અચલગચ્છની વિશાળ ધર્મશાળા બંધાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત થતાં જ નૂતન ધર્મશાળા માટે દાનની અપૂર્વ ગંગા વહી હતી. તથા કચ્છી વિશા ઓશવાળ જન દેરાવાસી મહાજન (મુંબઈ) તરફથી પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી ધર્મશાળા માટે પાલીતાણામાં વિશાળ પ્લેટ લેવાયો અને તે માટે દાનનાં ઘણાં વચને મેળવાયાં.
- અચલગચ્છ પ્રવર્તક પૂ. દાદાશ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ.સા.ની
નવમી જન્મ શતાબ્દીના મહોત્સવ : આ સં. ૨૦૩૫ માં પૂ. દાદાશ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. સા.ની નવમી જન્મ શતાબ્દી, અષ્ટમ સ્વર્ગવાસ શતાબ્દી વર્ષની સ્મૃતિ પ્રસંગે ભારતભરના અચલગરછના મુખ્ય સ્થળામાં જિનેન્દ્ર પરમાત્માની ભક્તિ રૂપ પંચાન્ડિકા, અષ્ટાબ્લિકા મહોત્સવ ઊજવવામાં આવ્યા હતા. મુંબઈમાં શ્રી અનંતનાથ જિનાલય ( ખારેક બજાર ) , શ્રી આદિનાથ જિનાલય ( ભાત બજાર ), શ્રી કચ્છી વિશા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન હસ્તકની નવી મહાજનવાડીમાં ચીચબંદર, લાલવાડી, ઘાટકોપર, મુલુંડ, ગોરેગાંવ, મલાડ, સાંતાક્રુઝ–શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થ, વાંદરા, માટુંગા, લોઅર પરેલ, શીવરી, દાદર અને ડોંબીવલી વગેરે સ્થળોમાં ભવ્ય મહોત્સવ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ઊજવવામાં આવ્યા હતા. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી વડોદરા, માંડલ, જામનગર, કચ્છ, બાડમેર, ભિન્નમાલ ઇત્યાદિ સ્થળોએ પણ ઉપરોક્ત દાદાશ્રીની કૃતિ નિમિતે ભવ્ય મહોત્સવ ઊજવવામાં આવ્યા હતા. કચ્છ-ભીંસરાના શ્રેષ્ઠિ શ્રી ઝવેરચંદ જેઠાભાઈ સાવલાએ પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સમેતશિખરજી મહાતીર્થનો ટ્રેન દ્વારા સંઘ કાઢેલો. યાદગાર ઐતિહાસિક ચતુર્વિધ સંઘનું મહા અધિવેશન :
સં. ૨૦૩૬ માં પૂ. યુગપ્રધાન દાદાશ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ. સા.ની નવમી જન્મ શતાબ્દીને ટાંકણે યોગાનુયોગ અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની અધ્યક્ષતામાં મુંબઈ - કોસ મેદાનમાં ફાગણ વદ ૬, ૭, ૮ (માર્ચ તા. ૭, ૮, ૯)ના ખાસ તૈયાર કરાયેલા શ્રી આર્ય રક્ષિત નગરમાં શ્રી અખિલ
ગઈ અને આર્ય કtધ્યાહગૌતમસ્મૃતિગ્રંથ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org