________________
૧૭૮mees®eeeeeeeeveshotsted - sts.edododes obstembeddess
wed dies.
બાદ રાજસ્થાનની ધરતી પર અચલગચ્છાધિપતિશ્રી પધારતા હોઈ સંઘે શાનદાર અને એતિહાસિક સામૈયું કર્યું. સંઘમાં ખૂબ જ જાગૃતિ આવી. ભીનમાલમાં પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી તેમના શિષ્ય મુનિશ્રી કલાપ્રભસાગરજી હિંદીમાં પ્રવચન આપતા. દરરોજ પ્રભાવનાઓ અપાતી. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુનિ શ્રી કલાપ્રભસાગરજીએ અચલગચ્છની હસ્તલિખિત પ્રતેને વ્યવસ્થિત કરી.
ભીનમાલમાં એક અઠવાડિયું સ્થિરતા કરી બાડમેર સંઘની આગ્રહભરી વિનંતિથી પૂજ્યશ્રી રાજસ્થાનના અચલગચ્છીય જૈન સંઘો અને ગામોમાં વિચરતા ભાંડવાળ તીર્થ, નાકોડાજી તીર્થ ઈત્યાદિ થઈ બાડમેર પધાર્યા. બાડમેર સંઘે પણ ઐતિહાસિક સામૈયું કર્યું. મેટા સમારોહપૂર્વક શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી – આરાધના કરાવવામાં આવી. દરરોજ વ્યાખ્યાન મુનિ શ્રી કલાપ્રભસાગરજી હિંદીમાં આપતા. બાડમેરમાં ભવ્ય અષ્ટાહિકા મહોત્સવ- રાણકપુર પચતીથીની યાત્રાએ :
પૂ. ઉપાધ્યાયજી શ્રી ગુણોદયસાગરજી ગણિના આઠમા વરસીતપને તથા “રાજસ્થાન રત્ન” પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ની જન્મ– શતાબ્દીની સ્મૃતિનો ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ ઊજવ્યા. પૂ. શ્રી ત્યાંથી સપરિવાર વિહાર કરી જાલોર, સુવર્ણગિરિ તીર્થ, આહાર, ફાલના, ઘાણેરાવ, સાદડી, રાણકપુર, મુછાળા મહાવીર, નાડેલ, નાડલાઈ, વરકાણ ઈત્યાદિ તીર્થોની યાત્રા કરીને ત્યાંથી પૂ. ગૌતમસાગરસૂરિની જન્મભૂમિ પાલી ગયા. ત્યાં શ્રી નવલખા પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી. રાણકપુરમાં બાડમેર સંઘની આગ્રહભરી વિનંતિ થતાં તેનો સ્વીકાર કરેલ, તેથી પૂજ્યશ્રી ઉગ્ર વિહારો કરતા બાડમેર ચાતુર્માસ પધાર્યા. એ એતિહાસિક ચાતુર્માસ બાડમેરમાં અચલગચ્છીય મુખ્ય જિનાલયની ચારે બાજુમાં પાંચ જિનાલય નવાં તથા દાદાવાડી ઈત્યાદિ નિર્માણ કરાવી, સં. ૨૦૩૩ ના માગશર સુદ ૧૧ ના તેની અંજનશલાકા સહ પ્રતિષ્ઠા કરાવી. બાડમેર ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીને છરી પાળતા સંઘ માટે વિનંતિ આવતાં તેનો સ્વીકાર કરી ઉગ્ર વિહારે કરી કચ્છ પધાર્યા. પુનઃ કચ્છમાં પધરામણું – શત્રુંજ્ય તીર્થને છરી રઘ :
ત્યાં સં. ૨૦૩૩ ના મહા સુદ પાને પૂ. શ્રી અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં કચ્છગોધરાથી શત્રુંજય મહાતીર્થન ૪૨ દિવસને ૧૦૦૦ યાત્રિકોનો છ'રી પાળ એતિહાસિક સંઘ નીકળ્યો. જેના સંઘપતિઓ હતાઃ (૧) ગોધરાના શ્રેષ્ઠિવર્ય શ્રી ખીમજી વેલજી છેડા, (૨) દુર્ગાપુરના શ્રેષ્ઠિવર્ય શ્રી લખમશી ઘેલાભાઈ સાવલા તથા
2
થી આ યાદોnખશ્નતિગ્રંથો
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org