________________
ડી
[૧૭૬] bossbabyboosesbs.bestclubove sessssssssboscoppossibees.sposbchot substancestoboosts આપતા. આ વિદ્યાપીઠ દ્વારા સમાજના અનેક જૈન વિદ્યાથીઓએ જૈન ધર્મનું જ્ઞાન મેળવ્યું. અનેક ધર્મનિષ્ઠ યુવાને તૈયાર થયા. કચ્છી જૈનો અને અચલગચ્છના બાળકોયુવાનોમાં ધાર્મિક જ્ઞાન, ધાર્મિક શ્રદ્ધા વધતાં કરછી સમાજમાં અને અચલગચ્છમાં નવચેતના પ્રગટી. પ્રથમ અધિવેશન - ગચ્છના ઉદયને પ્રારંભ :
સં. ૨૦૨૧ ગોધરા, સં. ૨૦૨૨ લાયજા, સં. ૨૦૨૩ નાગલપુરમાં ચાતુર્માસ થયા. સં. ૨૦૨૪ માં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં “શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) . ચતુર્વિધ જૈન સંઘનું પ્રથમ અધિવેશન ભદ્રેશ્વર તીર્થ મુકામે ભરાયું અને તેમાં શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) . જન સંઘની રથાપના થઈ. શરૂમાં શ્રાવક-શ્રાવિકા સંઘના પ્રમુખ શ્રીયુત નારાણજી શામજી મોમાયાને બનાવવામાં આવ્યા. શ્રીયુત રવજી ખીમજી છેડાને અને શ્રીયુત ખેતશી નરશીને ઉપપ્રમુખ બનાવાયા. શ્રીયુત ટોકરશી ભૂલાભાઈ વીરાભાઈ વીરાને અને શ્રીયુત જયચંદ શામજીને મંત્રી બનાવાયા.
સં. ૨૦૨૪ ની શરૂઆતમાં પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં કચ્છ ભુજપુરથી શ્રી ધરમશી સુરાએ ભદ્રેશ્વર તીર્થને છ’રી પાળતો સંઘ કાઢયો. આ સંઘની પ્રેરણું પૂજ્ય આચાર્યશ્રીઓ તથા પ્રવતિની મહત્તા સાધી શ્રી ગુલાબશ્રીજીનાં પ્રશિષ્યા સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી તથા સાધ્વી શ્રી જ્યોતિ પ્રભાશ્રીજીએ આપેલી.
ઉપરોક્ત સંઘ પૂર્ણ થયે આઠ દિવસ બાદ પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં બાઈ હીરબાઈ જેઠાભાઈ ખેતશી અને એમના સુપુત્રએ સાધ્વી શ્રી ગિરિવરશ્રીજી તથા સાધ્વી શ્રી સુરેન્દ્રશ્રીજીની પ્રેરણાથી કચ્છ લાયજાથી સુથરી તીર્થને છરી પાળ સંઘ કાઢો. વિવિધ ચાતુર્માસે અને વર્ષો બાદ પ્રથમ ત્રણ બાલ દીક્ષાઓ :
પૂ. આચાર્યશ્રીનું સંવત ૨૦૨૪ શેરડી, સં. ૨૦૨૫ ભુજપુર ચાતુર્માસ થયા બાદ તરત જ એ જ નગરમાં સં. ૨૦૨૬ કારતક વદ ૧૩ ના દિવસે પૂજ્ય આચાર્યશ્રીએ (૧) કિશોરકુમાર રતનશી સાવલા દુર્ગાપુર (નવાવાસ), (૨) કિશોર કાકુભાઈ ઉર્ફે દેવજીભાઈ, (૩) વીરચંદ કાકુભાઈ દેઢીઆ (બન્ને ભાઈ ઓ પ્રથમ ચુનડીના પણ પછી મેટી ખાખરના ) – આ ત્રણે મુમુક્ષુઓને અનુક્રમે મુનિશ્રી કલાપ્રભસાગરજી, મુનિશ્રી કવીન્દ્રસાગરજી, મુનિશ્રી વીરભદ્રસાગરજી નામ આપી દીક્ષિત કર્યા. ગચ્છમાં અલ્પ મુનિવરે તથા કેટલાક વયોવૃદ્ધ મુનિવરો હોઈ ત્રણ બાલ મુનિવરોની દીક્ષાથી પૂજ્ય ગુરુ
@DS શ્રી આર્ય કલ્યાણશોતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org