________________
tead. @d-stee
b e bees steepee.bosts vestopped--wifest-1-c-se-pop [૧૭] સ. ૨૦૧૨ માં મુંબઈના સંઘે “શ્રી અચલગચ્છ ઉત્કર્ષ સાધક સંઘ સમિતિ ના ઉપક્રમે પૂ. પં. શ્રી દાનસાગરજી ગણિવર્યને તથા પૂ. ઉપા. શ્રી ગુણસાગરજી ગણિવર્યને સૂરિપદથી અલંકૃત કર્યા. પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્ય મ. સા. હવે પૂ. આચાર્ય દેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. તરીકે પ્રસિદ્ધ થયા. મુંબઈમાં અપૂર્વશાસન પ્રભાવ છે :
સૂરિ બન્યા બાદ પૂજ્યશ્રીનું સં. ૨૦૧૨ નો ચાતુર્માસ મુલુંડમાં થયો. સં. ૨૦૧૩ માં લાલબાગ (મુંબઈ) , સં. ૨૦૧૪માં ભાતબજાર ( પાલાગલી) માં ચાતુર્માસ થયો. મુંબઈના આ દરેક ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીએ ખૂબ જ ધર્મ જાગૃતિ આણી, ઘણું પ્રભાવક કાર્યો કરાવ્યાં. પ્રભાવક પ્રવચનમાં “જન તત્વજ્ઞાન વિદ્યાપીઠ ”ની પણ ખૂબ જ અગત્યતા સમજાવી. સં. ૨૦૧૪ ના માગશર સુદ ૧૦ ને કચ્છ કે ટડાના મુમુક્ષુ શ્રી ગોવિંદજી ગણશી ( ઉં. વ. ૨૬ ) ને દીક્ષા આપી, મુનિશ્રી ગુણોદયસાગરજી નામ રાખી પોતાના શિષ્ય કર્યા. પુના કચ્છમાં પધરામણી અને વિદ્યાપીઠની સ્થાપના :
સં. ૨૦૧૫ માં અનેક તીર્થોની યાત્રા કરતા પૂ. ગુરુદેવશ્રી કચ્છ પધાર્યા. એ સાલને ચાતુર્માસ વીઢ ગામમાં થયો. કચ્છના અચલગચ્છના લગભગ સંઘે વંદન કરવા ત્યાં આવ્યા. સં. ૨૦૧૬ ને ચાતુર્માસ કોડાયમાં થયે. તે દરમિયાન સંઘના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો. આ ચાતુર્માસના અંતે પૂજ્ય ગુરુદેવશ્રીની સતત પ્રેરણા અને અથાગ મહેનતથી મુંબઈ સંઘે “જન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ” કરવાનો નિર્ણય કર્યો અને સં. ૨૦૧૭ માં કચ્છ મેરાઉ મુકામે “શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ” ની મોટા સમારેહપૂર્વક સ્થાપના કરવામાં આવી. સં. ૨૦૧૭ ને ચાતુર્માસ મેરાઉમાં કર્યો અને વિદ્યાપીઠમાં અભ્યાસ કરવાનું કામ સતત ચાલુ રાખ્યું. વિદ્યાપીઠને ચલાવવા દ્રવ્યની જરૂરિયાતને પહોંચી વળવા પણ સતત ઉપદેશ આપી અથાગ પ્રયત્ન કરતા રહ્યા. સં. ૨૦૧૮ ને ચાતુર્માસ પણ મેરાઉમાં ર્યો. ત્યાર બાદ સં. ૨૦૧૯ નો અને સં. ૨૦૨૦ ને ચાતુર્માસ મેરાઉ વિદ્યાપીઠમાં કરી વિદ્યાર્થીઓને સુંદર રીતે અભ્યાસ અને સુસંસ્કારોથી સુશોભિત બનાવ્યા. ચાતુર્માસ સિવાયના સમયમાં જ્યાં જ્યાં પ્રતિષ્ઠા મહોત્સવ, જિનાલય અર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંઘની વિનંતિથી આચાર્યશ્રી ત્યાં પહોંચી જતા અને ત્યાં ત્યાંના પ્રસંગોને ખૂબ જ પ્રભાવક બનાવી દેતા. વિદ્યાપીઠ માટે પણ
સારો ફાળે કરાવી આવતા. પમ્ષણમાં વિદ્યાપીઠને ફાળે કરવા માટે પોતાના આજ્ઞા- વતી સાધુ-સાધ્વીઓને આજ્ઞા કરી સારી રકમ તે તે ગામમાંથી વિદ્યાપીઠને મેળવી
જ શ્રી આર્ય ક યાણગૌ[મસ્મૃતિ ગ્રંથ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org