________________
ક
fashekhd dosh, shodose of cost offsesspondeddessessessessessed be so soot «gtklemonstoboosters ૧૭૩]
ગુરુદેવ, શિષ્ય અને ગુરુભાઈની ચિર વિદાય અને વિગ !
કરછ પધારવા મુનિશ્રી ગુણસાગરજીની અતિ આગ્રહ ભરી વિનંતિથી અને કચ્છના સંઘની વિનંતિઓથી સં. ૧૯૯૯ માં પૂ. દાદાસાહેબ ગૌતમસાગરજી મ. સા. પોતાના શિષ્ય સમુદાય સાથે કચ્છમાં પધાર્યા અને ભૂજમાં જ ચાતુર્માસ રહ્યા. આ ચાતુર્માસમાં પણ પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. સાહેબ જ પ્રવચન આપતા. ચાતુર્માસમાં એટલે સં. ૧૯૯૭ કાર્તિક સુદ ૩ ના દિવસે ભૂજમાં જ પૂ. ગણિવર્યશ્રી નીતિસાગરજી મહારાજ સાહેબ જીવરાજ કસ્તુરભાઈને ત્યાં ભણતી મેટી પૂજામાં ગયા હતા, ત્યાં તેમના મકાનમાં જ દાદર પરથી પડી જતાં કાળધર્મ પામ્યા. આઠ દિવસે બાદ જ કાર્તિક સુદ ૧૦ ના મુનિશ્રી ગુણસાગરજી મ. સ. ના આશાસ્પદ મુનિશ્રી ચંદ્રસાગરજી મ. સા. (ઉ. વ. ૧૯) પણ એકાએક કાળધર્મ પામ્યા. એ જ સમયથી પહેલાં મારવાડમાં વિચરતા પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ. સા. ના શિષ્ય સાહિત્યપ્રેમી પૂ. મુનિશ્રી ધર્મસાગરજી મ. સા. પણ કાળધર્મ પામ્યા હતા. ટૂંક સમયમાં જ ત્રણ ત્રણ આશાસ્પદ શિષ્યોને કાળધર્મથી વયોવૃદ્ધ પૂ. દાદાસાહેબશ્રી ગૌતમસાગરજી મ. સા. ને ખૂબ જ આઘાત લાગે ! પણ બે માસથી લથડેલી તબિયતવાળા મુનિશ્રી ગુણસાગરજીએ ખૂબ જ સાંત્વન આપ્યું. પૂ. દાદાશ્રીની દરેક જાતની સેવા કરવાની જવાબદારી પૂ. મુનિશ્રી ગુણસાગરજીએ ઉપાડી લીધી અને પૂજ્યશ્રીને ખૂબ જ શાતા પહોંચાડી. તે વખતે પૂ. મુનિશ્રી ધરણેન્દ્રસાગરજી મ. સા. પણ સાથે હતા. ઉપાધ્યાયપદની પ્રાપ્તિ અને ગ્રંથનું સર્જન :
સં. ૧૯૭ નો ચાતુર્માસ ગોધરા થયે. પૂ. દાદા ગુરુદેવની નિશ્રામાં મુનિશ્રી ગુણસાગરજીએ જેનામેનું પઠન કર્યું અને પોતાનું જ્ઞાન વિશદ બનાવ્યું. ચાતુર્માસમાં મુનિશ્રી ગુણસાગરજીએ દ્વાદશ પર્વકથાઓ પૈકીની છ કથાઓ સંસ્કૃતમાં રચી. મુનિશ્રી ગુણસાગરજીને સર્વ રીતે યોગ્ય જાણી સં. ૧૯૯૮ મહા સુદ ૫ ના કચ્છમેરાઉમાં ગચ્છાધિપતિ પૂ. દાદા સાહેબશ્રી ગૌતમસાગરજી મ. સાહેબે ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. હવે તેઓ ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્ય તરીકે પ્રસિદ્ધ થયા. ત્યાર બાદ ઉપાધ્યાય શ્રી ગુણસાગર ગણિવર્ય મ. સાહેબે કમે કરી પવકથા સંગ્રહની બાકીની છ સંસ્કૃત કથાઓ રચી તથા “શ્રીપાલચરિત્ર” સંસ્કૃતમાં રચ્યું. “સ્તવન ચોવીસી” ગુર્જર ભાષામાં તથા “સ્તુતિ ચોવીસી” સંસ્કૃતમાં વગેરે કૃતિઓ રચી. તેમનાં રચિત સ્તવને તે આ ગચ્છના ઘણા અનુયાયીઓને બહુધા કંઠસ્થ છે. વિવિધ ચાતુર્માસ અને દાદા ગુરુદેવને સૂરિપદ – ગચ્છનાયક પદ :
સં. ૧૯૮ મેટા આસબીઆ, સં. ૧૯૯ નળિયા, સં. ૨૦૦૦ નળિયા,
મિ શ્રી આર્ય કયાાગોત્તમ સ્મૃતિ ગ્રંથ રૂDE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org