________________
[૧૭૨] essessedces-ec. did.....Med.
B esidessessessessessibiotiott dal અચલગચ્છના ધર્મનિષ્ઠ સુશ્રાવક શ્રીયુત ખેતશીભાઈ પ્રેમચંદ સંસ્કૃત ભણેલા હતા, તેમની પાસેથી ભાંડારકરનાં બે પુસ્તકે સંસ્કૃત પુનઃ દરરોજ કઠે રકંડિલ જતા, તેટલા સમયમાં ચાર પ્રકરણ અને છ કર્મગ્રંથની આવૃત્તિ કરી લેતા. પાણી વહેરવા કે ગોચરી લેવા જાય, એ સમયમાં પણ એ મુનિશ્રી ધાર્મિક કે સંસ્કૃતની આવૃત્તિ. ચાલુ રાખતા. એવો એમનો સ્વાધ્યાય પ્રેમ-અધ્યાય પ્રેમ હતું, તે પછીનાં વર્ષોમાં પણ ચાલુ રહેલ. ચાતુર્માસ બાદ મુનિશ્રી નેમસાગરજી સાથે મુનિશ્રી ગુણસાગરજી વિચરતા વિચરતા ચંગ અને વડી દીક્ષા કરાવવા જામનગર આવ્યા. અહીં પૂ. દાદા ગુરુદેવ શ્રી ગૌતમસાગરજી મ. સા. તથા પોતાના ગુરુદેવ પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ. સા.ને મળ્યા. તેમને વંદના કરી, અને તેમની સાથે રહ્યા. મુનિશ્રી ગુણસાગરજીએ વડી દીક્ષાના પેગ કર્યા અને જેઠ માસમાં વડી દીક્ષા થઈ. એ દરમ્યાન એમણે સિદ્ધહેમશબ્દાનુશાસન–અષ્ટાધ્યાયી વ્યાકરણનાં મૂળ સૂત્રે કંઠસ્થ કરી લીધાં. પછી સં. ૧૯૪ નું ચાતુર્માસ જામનગર રહ્યા. પંડિતજીની સગવડ મળતાં આ ચાતુમસમાં પંડિતશ્રી પૂંજાભાઈ નારૂભાઈ પાસે મુનિશ્રી ગુણસાગરજી “સંસ્કૃત મહાવ્યાકરણ,” “શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુ વૃત્તિ” અને “રઘુવંશાદિ” સંસ્કૃત કાવ્યો અભ્યાસ ઝડપથી કરવા માંડ્યા. ભણુયું એવું કે એ ગ્રંથે બીજાને ભણાવી શકાય એ વિચાર તેઓશ્રી ધરાવતા હતા, તેથી એવી જ ચીવટથી ભણતા હતા. ગુજ્ઞા પાલનમાં શૂરવીર : - ચાતુર્માસ પૂર્ણ થયા બાદ કચ્છ ભૂજથી સંઘની, ત્યાંની બે કુમારિકાઓને દીક્ષા આપવા માટે સાધુ મહારાજ મેકલવા વિનંતિ આવી. પૂ. દાદાસાહેબ શ્રી ગૌતમસાગરજી મ. સા.ની આજ્ઞા થતાં મુનિશ્રી ગુણસાગરજી ઉગ્ર વિહાર કરી આઠેક દિવસોમાં ભૂજ પહોંચ્યા. અભ્યાસ અધવચ્ચે મૂકીને પણ ગુરુ આજ્ઞા માથે ચડાવી. આ વિહારોમાં અને ભૂજમાં “સિદ્ધહેમશબ્દાનુશાસન અષ્ટાધ્યાયી ”નાં સટીક સૂત્રોની સાથે આવૃત્તિ કરવા લાગ્યા. જ્ઞાનની કેવી અદ્દભુત લગની ! ભૂજમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે મુનિશ્રી ગુણસાગરજીએ જાહેર પ્રવચન આપ્યાં. તેમનાં આ પ્રવચનોથી લોકે ખૂબ જ પ્રભાવિત થયા. આ દીક્ષા પ્રસંગ બાદ ગુરુ આજ્ઞાથી મુંબઈ જવા પૂજ્યશ્રી પુનઃ ઉગ્ર વિહારો કરી શંખેશ્વર, માંડલ પહોંચ્યા, ત્યારે ફરી ગુરુ આજ્ઞા થવાથી જામનગર પધાર્યા. અને ગુરુદ પૂ. દાદાસાહેબ ગૌતમસાગરજી મ. સા. તથા પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ. સા.ની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. સં. ૧૫ નું ચાતુર્માસ જામનગર કર્યું.
DISE શ્રી આર્ય ક યાણા ગૌતમસ્મૃતિગ્રંથો
ક83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org