________________
ક
હosbestosobaijadude statisticsbdestions is so essages Good છે [૧૭] જીવનથી પિતાજી લાલજીભાઈ પણ પ્રભાવિત થયા હતા અને તેથી જ દક્ષાની રજા આપી. સ સારને સલામ :
સં. ૧૯૩ ચેત્ર વદ ૮ નું દીક્ષા મુહૂર્ત પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી મ. સાહેબે જ્યોતિષી પાસેથી કઢાવી મેકલાવ્યું. પૂ. મુનિ શ્રી દાનસાગરજી મ. સા. ઠાણું ૨ ને દેટીઆ પધારવા વિનંતિ કરાઈ. દીક્ષા મહોત્સવ દેઢી આ જન મહાજને ઉજવવાને નિર્ણય કર્યો. રાયણ, મેરાઉ, લાયજા, ગથરા, ઉનડોઠ, ભેજાય, રતડીઆ, દેવપુર, ડુમરા, સાભરાઈ, વીઢ વગેરે ઘણું ગાન સંઘે એ પણ ગાંગજીભાઈનું બહુમાન કરવા સાથે પસ ભરાવ્યા. બધે સ્થાને ગાંગજીભાઈના સન્માન ઉત્તર તત્વભરી વાણીમાં આપતા. આથી આ વ્યકિત ભાવિમાં મહા પુરુષ થશે, એમ સી કેાઈ કહેતા હતા. બાવનબેતાળીશ અબડાસા અને દેશપરદેશ આમંત્રણ મોકલવામાં આવ્યાં. આઠે દિવસ બને સમયે વિવિધ પ્રકારના નવકારશી જમણ રાખવામાં આવેલ. શૈત્ર વદ ૮ સુધી આઠ દિવસનો ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યા. પૂ. મુનિશ્રી દાનસાગરજી મ. સાહેબે દીક્ષા આપી, પૂ. નીતિસાગરજી ગણિ મ. સા.ના શિષ્ય કર્યા. હવે ગાંગજીભાઈ સંસારી મટી “મુનિશ્રી ગુણસાગરના નામે પ્રસિદ્ધ થયા. નૂતન મુનિશ્રીનાં પ્રભાવક વ્યાખ્યાન થી સંઘ ચમકૃત :
દીક્ષા બાદ સાભરાઈ, વઢ, ડુમરા, હાલાપુર, કોટડી, ભેજાય, ઉનડોઠ, નાના મેરા, રતડીઆ, લાયજા, ગોધરા, મેરાઉ વગેરે ગામોમાં મુનિશ્રી દાનસાગરજી, મુનિશ્રી નમસાગરજી સાથે વિચરતા મુનિશ્રી ગુણસાગરજી દુર્ગાપુર (નવાવાસ)ના જિનાલયની રજત શતાબ્દી પ્રસંગે પધાર્યા. સંઘે મેટા સામૈયા સાથે ગામપ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે બીજા ગચ્છના મોટા મુનિવરે હતા, પણ વ્યાખ્યાન આપવાનું કામ નવદીક્ષિત મુનિશ્રી ગુણસાગરજીને સોંપાયું. મુનિશ્રી ગુણસાગરજી મ. સા.નાં વિશદ વ્યાખ્યાનથી સંઘ ખૂબ જ પ્રભાવિત થયો. શેઠશ્રી ઘેલાભાઈ પુનશી, હીરજી ઘેલાભાઈ વગેરે આગેવાન શ્રાવક ઘણુ જ ખુશી થયા. નૂતન મુનિનાં વ્યાખ્યાન – શ્રવણથી ઘણું ભાઈ-બહેનોએ નાણ સમક્ષ વિવિધપૂર્વક બાર ત્રતાદિ ઉચાર્યા. ત્યાર પછી શતાબ્દી, અર્ધ શતાબ્દી મહોત્સવ ઊજવવાની પ્રવૃત્તિઓ ચાલુ થઈ. જ્ઞાન મેળવવાની અને સ્વાધ્યાયની અપૂર્વ લગની :
પ્રથમ ચાતુર્માસ કચ્છ-માંડવીમાં ત્યાંના જન સંઘની વિનંતિથી થયું. એ ચાતુર્માસમાં પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. સા. બાળકોને ધાર્મિક જ્ઞાન શીખવતા અને પોતે ત્યાંના
નથી શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ 2D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org