________________
[૭૦]vertecostachchives-toddod ધdissecrectobers died seves ધર્મોપદેશ આપતા. ત્યાં પંડિત શ્રી ભુરાલાલ કાલીદાસ પાસે પણ સંસ્કૃતનાં બે પુસ્તકનાં પાઠ લેવા અને આપવા જઈ આવતા. મુંબઈમાં સાધુ – મહારાજ આવતા. ક્યારેક તેમનાં વ્યાખ્યાનો સાંભળતા અને તેઓ સાથે ચર્ચાઓ કરી પોતાના જ્ઞાનને વિશદ કરતા. ગાંગજીભાઈ મુમુક્ષુ હોઈ તેમના પિતાજી તેમને ધંધા માટે વધુ આગ્રહ ન કરતા. ત્યાર બાદ ગાંગજીભાઈ કચ્છ આવ્યા. દેઢીઆથી સણોસરા પ્રતિષ્ઠા પ્રસંગે પગપાળા ગયા. ત્યાં પ્રતિષ્ઠા ક્રિયામાં પૂરે ભાગ લીધો. ત્યાર બાદ દેઢીઓ આવી ગામના ભાઈબહેનોને લઈને પગપાળા અબડાસા પંચતીથી તથા અબડાસાના ગામનાં બધાં જિનાલયોમાં પૂજા-દર્શન–ભક્તિ ઈત્યાદિ કર્યા. યાત્રામાં વ્યાખ્યાન રૂપે એક કલાક બોધ આપતા. પૂ. ગુરુદેવ સાથેનું પ્રથમ મિલન :
હાલારમાં જામનગર પાસેના મોડપુર ગામે અચલગચ્છાધિપતિ ત્યાગી પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી મ. સા. તથા તેમના શિષ્યરત્ન અનન્ય ગુરુભક્ત શાંતમૂર્તિ પૂ. શ્રી નીતિસાગરજી ગણિ મ. સા. બિરાજતા હતા. ગાંગજીભાઈ જામનગરના તીર્થરૂપ અચલગચ્છીય જિનાલયોની યાત્રા કરી મોડપુર આવ્યા. ગુરુદેવને વંદન કરી અને કહ્યું :
મને આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા છે. અને જે મારી દીક્ષા દેઢીએ થશે, તે જ મને જલદી દીક્ષાની રજા મળશે, એવો મારો મા-બાપ વગેરેને પણ આગ્રહ રહેશે. ઘણા વરસ થયાં આ પ્રદેશમાં આપ વિચરો છે. હવે કચ્છની જનતા પણ આપને ઝંખી રહી છે, માટે કૃપા કરી આપ કચ્છ પધારો.” ત્યારે પૂ. મહાત્યાગી અચલગચ્છાધિપતિ શ્રી ગૌતમસાગરજી મ. સાહેબે કહ્યું: “કેટલાક સંગોને કારણે હાલ કચ્છ આવી શકાય તેમ નથી.” ગાંગજીભાઈ સંયોગોને સમજી ગયા અને ગુરુમહારાજના વચનને માન્ય રાખી, શિષ્ય ન કરવાની પૂજ્ય ગુરુમહારાજની સકારણ પ્રતિજ્ઞા હોવાથી પૂ. શાંતમૂર્તિ શ્રી નીતિસાગરજી ગણિ મ. સા. ના શિષ્ય થવાનું કબૂલ રાખી અને કચ્છમાં વિચરતા પૂ. ગુરુમહારાજના પ્રશિષ્ય અને પૂ. નીતિસાગરજીગણિ મ. સા. ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી દાનસાગરજી મ. સા. પાસે દીક્ષાની ક્રિયા કરી લેવાનું પણ પૂ. ગુરુદેવની આજ્ઞાથી કબૂલ રાખ્યું.
- ત્યાર બાદ ગાંગજીભાઈ મુંબઈ આવ્યા. દીક્ષાની રજા માગી, ત્યારે પિતાજી લાલજભાઈએ સં. ૧૯૯૩ માં દીક્ષા લેવાની સંમતિ આપીને કહ્યું: “તારે દેઢીઆમાં જ દીક્ષા લેવી પડશે.” આ વાત ગાંગજીભાઈએ પણ માન્ય રાખી. દિક્ષા ન મળે ત્યાં સુધી એકાસણી કરવા ઈત્યાદિ તથા તપ, આરાધના અને નિયમથી શોભતું ગાંગજીભાઈના
રૂચિ ર શ્રી આર્ય કરયાણાગતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org