________________
to be subject to the desktop soons d one.ના.. . [૧૬] જિનાજ્ઞા પ્રમાણે બે સમય પ્રતિક્રમણ કરવાનું તથા જિનપૂજા કરવાનું મૂકી દીધું, તે મેં મહાન ભૂલ કરી છે. એ ભૂલનું પ્રાયશ્ચિત લઈ ગાંગજીભાઈ એ પહેલાંની જેમ બંને વખત પ્રતિકમણ – પૂજા વગેરે ધર્મકિયાઓ ચાલુ કરી દીધી.
પછી મુંબઈ – લાલવાડીમાં નવકાર મંત્રના એકાસણાના તપમાં જોડાયા. આ વખતે લાયજા (કચ્છ)ના શ્રેષ્ઠિવર્ય શ્રી મેઘજી સેજપાલ ગાંગજીભાઈના પરિચયમાં આવ્યા અને એમની પ્રેરણાથી શ્રી મેઘજીભાઈ પણ એ નવકાર મંત્રના તપમાં જોડાયા. તપ પૂર્ણ થયા બાદ મેઘજીભાઈ તથા ગાંગજીભાઈ એ એકાસણા ચાલુ જ રાખ્યાં. સાત મહિના બાદ શ્રી મેઘજી સેજપાલની તબિયત બગડતાં તેમને એકાસણુ છેડી દેવા પડ્યા, પણ ગાંગજીભાઈ એ તો ચાલુ જ રાખ્યાં. દીક્ષા ન મળે ત્યાં સુધી એકાસણા તા:
એક વખત પાલાગલીમાં એક સુવિહિત મુનિરાજના જાહેર વ્યાખ્યાનમાં એકાએક ગાંગજીભાઈ ઊભા થઈ ગયા અને પ્રતિજ્ઞા કરીઃ “જ્યાં સુધી હું દીક્ષા ન લઉં, ત્યાં સુધી એકાસણી કરીશ.” પોતાના પિતાજી પાસેથી દિક્ષાની રજા લીધેલી, પણ તેઓ મોહવશ જલદી રજા આપે તેમ ન હતા, તેથી ગાંગજીભાઈએ ઉપરોકત નિયમ સ્વીકાર્યો. આંખે ભયંકર તકલીફ થઈ, પણ અંગ્રેજી દવા ન લીધી :
દીક્ષા ન મળે, ત્યાં સુધી એકાસણાં કરવાં એ પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી તરતમાં જ ગાંગજીભાઈ પુસ્તક વાંચવા માંડે અને આંખમાં અગ્નિ જેવી બળતરા થાય. આથી કુટુંબીઓ અને ડોકટર ઇત્યાદિ કહેવા લાગ્યા: ‘તમે એકાસણું છોડી દો.” પણ ગાંગજીભાઈએ મકકમતાથી કહ્યું: “એકાસણ નહીં જ છેઠું અને દેશી દવા સિવાય બીજી દવા નહીં જ લઉં.” પછી એક વદની દવા લેવાથી ચાલુ એકાસણમાં જ સારું થઈ ગયું. ગૃહસ્થપણામાં પણ અપૂર્વ જ્ઞાન પ્રચાર પ્રવૃત્તિ :
ત્યાર બાદ ગાંગજીભાઈના પ્રયાસોથી ક. વી. એ. દેરાવાસી જૈન મહાજનવાડીમાં સામાયિક મંડળની સ્થાપના થઈ. તેમાં બાળકો જેટલી ગાથા કરે તેટલા પૈસાની પ્રભાવના ગાંગજીભાઈ પોતે આપતા અને સાથે સાથે પોતે પણ ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસ કરવા લાગ્યા. સામાયિક–પ્રતિક્રમણ–પૌષધ માટે અનેકોને પ્રેરણા કરતા અને સામાયિક-પૌષધાદિ કરનારાઓને ઉપદેશ આપી ધર્માનુરાગી બનાવતા. ક. દ. એ. જન દેરાસરની પાછળ ઉપાશ્રયમાં સામાયિક કમિટી થાપનારાઓને ત્યાં પણ જઈ
શ્રી શ્રી આર્ય કલયાણગૌતમસ્મૃતિસંઘ BE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org