________________
estostese sostestostestestostestestosteste de testosteske sosteste potestateste tesébet testostestosteste stedestesiasteste testeste de testostesteste deste destestostes આ દરમ્યાન ગાંગજીભાઈને ખૂબ જ ખાજી (ખરજ) નીકળી પડેલ, તેને સમભાવે સહન કરતા હતા. યાત્રાએથી પાછા આવ્યા બાદ ત્રણે બહેને પૈકીની એક બહેને કહ્યું :
તીર્થયાત્રા તે ગાંગજીભાઈ એ જ કરી છે. અમે તે વેઠ ઉતારી છે.” એ બહેને પછીથી દીક્ષા લીધી. તેમનું નામ સાધ્વી શ્રી ચંદન શ્રીજી હતું. એ બહેનના ધર્મનિષ્ઠ નિષ્ણાત મામાં શ્રી જીવરાજ મણશી લેડાયા ગાંગજીભાઈના જીવનથી ખૂબ જ આકર્ષાયા અને તેઓ આગ્રહપૂર્વક પોતાના ઘરે જમાડીને ગાંગજીભાઈની ખૂબ ભક્તિ કરતા હતા. વરસીતપમાં પણ ચાલુ રાખેલ અન્ય તપારાધનાઓ :
ત્યાર બાદ ગાંગજીભાઈ એ વરસીતપની આરાધના કરી. તે વખતે તેમની વય ૧૮ વર્ષની જ હતી. આ તપના તપસ્વીઓની પણ ગાંગજીભાઈ એ પારણુ ઇત્યાદિથી ખૂબ જ ભકિત કરી. ગાંગજીભાઈ એ વરસીતપ દરમ્યાન પણ જ્ઞાનપંચમી, નવપદ એળીમાં ઉપવાસને પારણે આયંબિલ તથા પર્યુષણમાં છેલ્લા બે ત્રણ વર્ષોથી અડ્ડાઈ કરતા હતા, તે તપ ચાલુ જ રાખ્યું. વરસીતપનું પારણું દેઢિયામાં કર્યું. ત્યારે જીવરાજભાઈ મણશીએ પોતાના ભાણેજ પદમશી માણેકજીને સાથે મોકલ્યા હતા. વરસીતપનાં પારણું બાદ ખુલ્લે પગે ચાલીને જ અબડાસાનાં જિનાલયની યાત્રા કરી. કેવાય, ડુમરા અને અગાસની ધાર્મિક સંસ્થાઓને પરિચય :
પછી નાના આસંબીઆમાં ઝવેરસાગરજીની દીક્ષા થઈ, ત્યાં હાજરી આપી. હમલામંજલના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગમાં ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ કેડાય આવ્યા. ત્યાં ભાઈલાલભાઈના પિતાશ્રી મેઘજીભાઈ વીરજી (અચ્છા)ને ત્યાં ત્રણેક દિવસ રહ્યા. કેડાય ગામની ધાર્મિક સંસ્થાઓમાં આવતા ધર્મનિષ્ઠ મહાનુભાવોને પરિચય કરી, ત્યાંની પ્રવૃત્તિઓ નિહાળેલી. ત્યાંના હેમા પંથનું પણ વૃતાંત જાયું. પછી ડુમરા ગામે આવી ત્યાં ચાલતી કબુબાઈ જ્ઞાનશાળાનો પણ પરિચય કર્યો. પછી ગાંગજીભાઈ મુંબઈ આવતા હતા, ત્યારે રસ્તામાં મળેલા જીવરાજ રામજી (લાલાવાળા) તેમને અગાશ આશ્રમમાં તેડી ગયા. ત્યાં બ્રહ્મચારીજીનો ઉપદેશ સાંભળ્યો. ત્યાં શ્રીમદ્ રાજચંદ્રના ભક્તોએ ગાંગજીભાઈને સમજાવી પ્રતિક્રમણને બદલે અમુક કાવ્યો બેલવાનો નિર્ણય કરાવ્યો. ગાંગજીભાઈ તેમ કરતા મુંબઈ આવ્યા. ત્યાં અગાસમાં જ મળેલા એક ભાઈ મળ્યા. ત્યારે રાત્રે નવ વાગ્યા હતા. તે ભાઈ પાન ખાતા હતા. ગાંગજીભાઈ એ કહ્યું :
આમ રસ્તામાં પાન ખાઈ રહ્યા છે?” તે તે ભાઈએ કહ્યું: “આત્મધર્મ જુદો છે. આ તે શરીરને ધર્મ છે, એટલે ચાલે.” ગાંગજીભાઈને વિચાર આવ્યો કે આવા માત્ર અધ્યાત્મની વાત કરનારા અને ગમે તેમ આચરણ કરનારાઓના ફંદામાં ફસાઈને ગ્રાહી) શ્રી આર્ય કલ્યાણ
' OIL &Sારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org