________________
.................... . .....!..........• •sle - not sleeve. 124 views1••telev i sed-whed૧૨૭ આરાધનાપૂર્વક કરેલી તીર્થયાત્રાઓ :
ત્યાર બાદ કારતક સુદ ૫ ના મોટી જ્ઞાનપંચમીની ઉપવાસ ક્રિયા સહિતની આરાધના પણ માતાજીની સૂચનાથી શરૂ કરી દીધી. ત્યાર બાદ માતાજી સાથે ગાંગજીભાઈ કછ આવ્યા. કચ્છમાં પણ પ્રતિક્રમણ, પૂજા ઇત્યાદિ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું. પગે ચાલીને ભદ્રેશ્વર તીર્થની ગાંગજીભાઈએ યાત્રા કરી. આ યાત્રામાં માતા ધનબાઈ, એક ભાઈ અને બીજાં બે બહેનો અને પોતે પાંચ જણા હતા. છ દિવસે ભદ્રેશ્વર પહોંચ્યા. તીર્થમાં ખૂબ જ ભાવથી પ્રભુભક્તિ કરી. યાત્રા કરી પાછા પગે ચાલીને જ દેઢિયા પહોંચ્યા. શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવના થતાં તેઓ માંડવી પહોંચ્યા. ત્યાં બે જ્યોતિષીઓ ગાંગજીભાઈના પગ પરની ઉર્ધ્વ રેખાઓ જોઈ આપસઆપસમાં કહેવા લાગ્યા : “આ વ્યક્તિ કોઈ મહાન પુરુષ થશે.” વહાણ અને રેલવે દ્વારા પાલીતાણા પહોંચી શત્રુંજય તીર્થની પચ્ચીશ યાત્રાઓ કરી. કદંબગિરિ, તળાજા ઇત્યાદિ સ્થળે તેમ જ છ ગાઉની પ્રદક્ષિણાની યાત્રા કરી ગિરનાર આવ્યા. અહીં ત્રણ યાત્રાઓ કરી પાછા કચ્છ આવ્યા. શિખરજી તીર્થયાત્રાની ભાવના તરત જ ફળી !
પુનઃ મુંબઈ આવ્યા બાદ પિતાજીના કહેવાથી ધંધે લાગ્યા. એક દિવસ સવારના પ્રતિક્રમણ બાદ ગાંગજીભાઈ આવી ભાવના ભાવતા હતા જ્યાંથી વીસ તીર્થંકર ભગવંત મેક્ષમાં પધાર્યા છે, તે સમેતશિખર તીર્થાધિરાજની યાત્રા હુ કયારે કરીશ ?” ત્યાં તે ગાંગજીભાઈના કાકા શામજી કરમશી તેમના પિતાજી પાસે આવ્યા અને કહ્યું : ત્રણેક બહેનોને સમેતશિખરજીની યાત્રાએ જવું છે. સાથે એક ભાઈની જરૂર છે, તો આપણા ગાંગજીભાઈને મોકલીએ તે?” આ સાંભળી પિતા લાલજીભાઈ એ કહ્યું ઃ
ભલે, મારી ના નથી. ત્યારે ગાંગજીભાઈએ કહ્યું: “હું હમણું એ જ તીર્થની યાત્રા માટે ભાવના ભાવતો હતો. મને યાત્રા કરવી જ છે.” અને તીર્થયાત્રાનું નક્કી થયું. યાત્રામાં બે બહેને પોતાના સ્વભાવ પ્રમાણે ગાળે વરસાવતી, પણ ગાંગજીભાઈ સમતાપૂર્વક સહન કરતા. ગાંગજીભાઈની તે વખતે એ પણ પ્રતિજ્ઞા હતી : “ બળદગાડી, ઘેડાગાડી ઇત્યાદિ પંચેન્દ્રિય જીવોવાળાં વાહન ઉપર બેસવું નહીં.” એ નિયમ મુજબ ગાંગજીભાઈ એવા વાહનોમાં ન બેસતા, તેથી રેલવે સ્ટેશન પર ઊતરી ખૂબ જ દૂર એવાં તીર્થો અને ધર્મશાળાઓમાં પગે દોડતા ચાલીને જતા. યાત્રિક બહેનને ઘોડાગાડી કરી આપી, પોતે ઘોડાગાડી પછવાડે દેડતા. કેઈ પણ સ્થાન પર રાતે દશ કે અગિયાર વાગે પહોંચે તે પણ પ્રતિકમણ કરીને જ સૂતા. રાજગૃહી, પાવાપુરી, ગુણિયાજી, શિખરજી, ચંપાપુરી, અધ્યા, ચંદ્રપુરી, બનારસ ઈત્યાદિ યાત્રાઓ કરી.
આ ગ્રઆર્ય કદયાણા ગોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org