________________
૧૬૬ો હsebeccbsed..... ... . .siddess issiod .istocodedહતા કે આગેવાન શ્રાવકે હતા. લઠેડીવાળા પાસુભાઈ લખમશી ‘પુણ્ય પ્રકાશનું રતવન,”
સમકિત સડસઠ્ઠી “ ઇત્યાદિ અર્થ સહિત સમજાવતા. ગાંગજીભાઈના માનસ પર આ સાથે સ્વાધ્યાય પ્રવૃત્તિની જાદુઈ અસર થઈ. માતા ધનબાઈ એ ગાંગજીભાઈને કહ્યું : કઈ ન હોય ત્યારે ઘર અને દુકાન હું સાચવીશ, પણ તું પાલાગલી વાડીમાં જા . અને પર્યુષણમાં આરાધના કર.” ગાંગજીભાઈને ધર્મરંગ લાગ્યો હતો. તેમને તે આટલું જ જોઈતું હતું. તેઓ પુનઃ પાલાગલીની ક. વી. એ. દ. જન મહાજનવાડીમાં આવી ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના અઠ્ઠમ તપ કરવા સાથે પધવ્રતમાં જોડાઈ ગયા. પર્યુષણની આરાધના પ્રસંગે ગાંગજીભાઈએ નાટક – સિનેમાના અને બીડી, પાન, સોપારી, કંદમૂળ, મધ, માંસ, માખણ અને દારૂ એ મહાવિગઈઓ ઈત્યાદિના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. જ્ઞાન-ક્રિયાની અપૂર્વ રુચિ :
પિતાના પુત્રના હૃદયમાં ધર્મ લાગણી અને વ્રતનિયમ–પ્રેમ જોઈ માતા ધનબાઈ ખૂબ જ પ્રસન્ન થયાં. માતાજી તેમને કહેતાં: “બેટા ! પ્રતિકમણ કરાવ.” ત્યારે ગાંગજીભાઈ સાંજે વહેલા અને સવારે મેડા બેસી અજવાળામાં પડીમાંથી જોઈ પ્રતિકમણ કરાવતા અને પોતે કરતા. દિવસે દુકાન પર વ્યાપાર કરતા, ત્યારે પણ ધાર્મિક પુસ્તક નિકટમાં જ રાખી ભણતા.
માતાજીના કહેવાથી ગાંગજીભાઈ આસો માસની નવપદજીની આયંબિલ ક્રિયા સહિતની આરાધનામાં જોડાયા. ત્યારે નવાવાસના ડાહ્યાભાઈ, શેરડીના ખેરાજ હરશી, પુનડીના દેવજી પુનશી અને તેમનાં માતાજી ભચીબાઈ, મેરાઉના કંકુબાઈ નાનજી હીરજી, સુથરીના વિરમ રાયશીનાં પુત્રી મેઘબાઈ, તુંબડીના મોરારજી પાસવીરની પુત્રી કુંવરબાઈ ઈત્યાદિ પણ આરાધકો આરાધનામાં સાથે હતા. આ ધાર્મિક સંસર્ગથી ગાંગજીભાઈમાં વિશેષ લાગણી થઈ. ધગધગતું તેલ ગાંગજીભાઈના શરીર પર ઊછળ્યું પણ રાત્રે ભોજન કે દવા ન જ લીધી !
આ વદ ૧૪ ના દિવસે ગાંગજીભાઈ પોતાનાં માતાજીને પહેલાંની જેમ રઈમાં સહાયક બન્યા હતા. ત્યારે ઉપર ઊંચેથી મસાલાનો ડબ્બો લેવા જતાં, માતાજીના હાથમાંથી તેલની કડાઈ ઉપર પડ્યો. ધગધગતું તેલ ઉછળીને ગાંગજીભાઈના શરીર પર ઊછળ્યું. ગાંગજીભાઈ ઘણું જ દાઝી ગયા. ખૂબ જ વેદના થવા લાગી. સૂર્યાસ્ત થઈ ગયો અને જમવાનું રહી ગયું. આખી રાત તરફડીને પસાર કરી, પણ રાતે ભેજન કે દવા ન જ લીધી. બીજા દિવસે પણ આ વદ અમાસ (પાખી) હોઈ ગાંગજીભાઈએ ઉપવાસ કર્યો. તેઓ પોતાના નિયમમાં મક્કમ જ રહ્યા.
POSા શ્રી આર્ય કkયાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org