________________
એનું... ... ... ......su.ka._.stanfasti... test siste stress..
.«««vesdkdostoboo
તે એટલે સુધી કે મુખ પર એ રોગ ફેલાઈ જવાને કારણે તેઓ કશું પણ ખાઈ-પી શકતા નહીં. આ સ્થિતિમાં દૂધ કે પ્રવાહીમાં કપાસ ભીંજવી મુખ ઉપર રાખવામાં આવતું. આ રીતે તેઓ થોડો પ્રવાહી ખોરાક લઈ શકતા. તત્ર વેદનાને કારણે તેઓ બેભાન પણ બની જતા. સ્મશાન તૈયારી સુધીની ભયંકર બીમારીમાં :
આ જ સ્થિતિમાં એક વાર એવું બન્યું કે ગાંગજીભાઈને વધુ કલાકો બેભાન રહેલા જાણી તેમના પિતાશ્રી વગેરે સમજ્યા કે તેના પ્રાણ નીકળી ગયા છે, તેથી તેમની સ્મશાન ક્રિયા કરવા માટે તૈયારી કરી. પણ પછી જરા હલનચલન જણાયું, તેથી તેમને સ્મશાને ન લઈ ગયા. આ છ માસની ભયંકર માંદગીમાં તેમને મુંબઈની સાત રસ્તા પાસેની ચેપી રોગની ઇસ્પિતાલમાં દાખલ કરાયા. આ લાંબી માંદગી તેમણે ખૂબ જ સમતા રાખી સહન કરી. મરણ પથારીએથી ગચ્છનાયક પદે :
કોને ખબર કે એક વખત જેમને સ્મશાનમાં લઈ જવાના હતા, તે ગાંગજીભાઈ ભાવિમાં જિનશાસન અને અચલગચ્છના નાયક બનશે ? કદાચ યમરાજાએ જાણે તેમને પાછા જીવંત કર્યા હશે શું ? આવી ઘોર બીમારીના બિછાનેથી ઊઠનાર ભાવિમાં મહાપુરુષ થશે એવી કલ્પના પણ એ વખતે કોને હશે ? પણ આ એક સત્ય ઘટના છે. ગાંગજીભાઈનું ધર્મ પ્રત્યેનું વલણ :
સ્વસ્થ થયા બાદ ગાંગજીભાઈ જીવનની ક્ષણભંગુરતાને પામી ગયા. પિતાના વડીલેના ધર્મસંસ્કારો અને તેમની ધર્મ પ્રવૃત્તિઓ જોઈ તેઓ ધર્મમાં જોડાઈ ગયા. સંત સમાગમને તેઓ મહત્ત્વ આપતા અને ફાજલ સમયે જન ધર્મના “અધ્યાત્મક ક૫દ્રમ” “ શાંત સુધારસ” ઇત્યાદિ ગ્રંથોનું તેઓ લક્ષપૂર્વક વાંચન કરતા. પિતા લાલજીભાઈએ બીજી દુકાન ગોળપદેવ – બાવન ચાલમાં કરી. તે વખતે પિતાજીની આજ્ઞાથી ગાંગજીભાઈ એ દુકાનમાં પણ કામ કરતા. ગાંગજીભાઈની ધર્મ પ્રકૃતિનાં સંસ્મરણ :
એક વાર પર્યુષણ પર્વમાં માતા ધનબાઈની સૂચનાથી ગાંગજીભાઈએ અઠ્ઠમ તપ સાથે ત્રણ દિવસને પિષધ કર્યો. તે વખતે પાલાગલીમાં કચ્છી વિશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજનવાડી (જૂની ) માં લઠેડીના પાસુભાઈ લખમશી, કુંદરોડીના ખીમજીભાઈ કઢલાવાલા, કોડાયના ટોકરશી હીરજી લાલન, વઢના ધનજી ઠોકરશી ઇત્યાદિ ધર્મક્રિયામાં
મમ શ્રી આર્ય કcથાણ ગૌતમસ્મૃતિગ્રંથ
)
'
,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org