________________
[૧૬૪] etcastestcarespoppossesbobstressessesses susessessessessessed espect toges બનતાં તેમને બેએ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલા. તેમને મળવા શ્રી દાનસાગરસૂરિ માટુંગાથી સતત વિહાર કરી શ્રી દશા ઓશવાળ જન મહાજન વાડીમાં પધાર્યા, પણ શ્રા. સુ. ૬ ના રાતે ૧૧ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
- પૂજ્ય આચાર્યશ્રી નેમસાગરસૂરિ સં. ૨૦૨૨ ના રૌત્ર વદ અમાસને બુધવારે મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. પૂજ્ય આચાર્ય શ્રી નેમસાગરસૂરિની પ્રેરણાથી “અચલગચ્છ પ્રતિષ્ઠા લેખ સંગ્રહ, “અંચલગચ્છ દિગ્દર્શન” સમેત ગ્રંથ પ્રકાશિત થયા. - યુગપ્રભાવક, અચલગચ્છ દિવાકર, વિદ્યમાન અચલગચ્છાચાર્ય પરમ પૂ.
આચાર્ય ભગવંત
શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. કચ્છ-દઢીયા ગામના વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રેષ્ઠિ શ્રી લાલજી દેવશીનાં પત્ની ધનબાઈની કુક્ષિથી સંવત ૧૯૯, મહા સુદ ૨ ને શુક્રવારે દેઢિયામાં જ શુભ સ્વપ્નથી સૂચિત આપણું પૂજ્ય અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરિને જન્મ થયો હતો. તેમનું મૂળ નામ ગાંગજીભાઈ હતું. ગચ્છની સ્થાપના સહ યોગાનુયોગ :
પૂ. દાદાશ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. સાહેબે સંવત ૧૧૬૯ માં અચલ ( વિધિપક્ષ ) ગચ્છનું પ્રવર્તન કર્યું હતું. બરાબર ગચ્છ સ્થાપના પછી ૮૦૦ વરસે સંવત ૧૯૬૯ માં અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ને જન્મ 'એ કેઈ યોગાનુયેગ જ હતો !
ગાંગજીભાઈ બાળવયથી જ શરીરથી ખૂબ જ સશક્ત હતા. તેમણે કચ્છમાં દઢિયા ગામમાં જ ગુજરાતી ચાર ધોરણ જેટલો અભ્યાસ કર્યો હતો. તેમની યાદદાસ્ત ખૂબ જ સારી હતી. ગાંગજીભાઈનું મુંબઈમાં આગમન :
તેમના પિતાશ્રી લાલજીભાઈએ મુંબઈ–શીવરીમાં દુકાન કરી અને ગાંગજીભાઈને મુંબઈ તેડાવ્યા. તે વખતે તેઓ બાર વરસના હતા. પિતાજીએ તેમને દુકાનમાં જોડી દીધા, તેથી તેઓ વિશેષ વ્યવહારિક અભ્યાસ કરી શકયા નહીં. ચેપી રોગને લીચે દેહથી અસ્વસ્થ પણ મનથી સ્વસ્થ : - ગાંગજીભાઈ તેર વરસની લઘુ વયમાં જ શીતળાના ચેપી રોગથી અસ્વસ્થ થયા. આ માંદગી છ માસ ચાલી. આખા શરીરમાં શીતળા (માતા ) ને રોગ ફેલાઈ ગયે;
.
_
સ, શ્રી આર્ય કથાશગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org