________________
heeseb..jose.o.eslied....lovelovt. see-ncese se..pebbbbbhase 2 sessessibiosbestostesses [૧૬]. સંઘે સૂરિપદથી અલંકૃત કર્યા હતા. તે જ દિવસે તેમના પટ્ટધર પૂ. મુનિશ્રી નેમસાગરજી. મ. સા.ને પણ કચ્છ સુથરીમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા.
પૂજ્ય આચાર્યશ્રી નેમસાગરસૂરિનો પરિચય કચ્છ નારણપુરના વોરા કચરા જાગાણીનાં પત્ની દેમીબાઈની કુક્ષિથી માગસર વદ ૧૨ ના નાગજીભાઈ ને જન્મ થયે હતો. સં. ૧૯૮૦ ના ચિત્ર સુદ ૫ ના પૂ. શ્રી દાનસાગરજી મ. સા. પાસે નાગજીભાઈ એ જૂનાગઢમાં દીક્ષા સ્વીકારી હતી.
પૂ. શ્રી દાનસાગરજી મ. સાહેબે સં. ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ની નિશ્રામાં મુંબઈ ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૭૦ થી ૧૯૭૬ સુધીમાં પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. સાથે ભૂજ, માંડવી, સુથરી, તેરા, ગોધરા અને પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૭૬ થી ૧૯૭૯ સુધી આ પ્રમાણે એકલા ચાતુર્માસ રહ્યાઃ જામનગર, માંડવી, સાંયરા અને ગોધરા. સં. ૧૯૮૦ માં નેમસાગરજીને શિષ્ય કરી એકલવિહારીપણું ટાળ્યું.
ત્યાર બાદ સં. ૧૯૮૦ થી સં. ૨૦૧૦ સુધીમાં નિમ્નક્ત સ્થળે ચાતુર્માસ કર્યા. પાલીતાણા, પ્રાંતિજ, માંડલ, મુંબઈ (બે વરસ), પાલીતાણા, લતિપુર, મેરબી, નળિયા, સાંયરા, માંડવી, ભૂજ, લાયજા, માંડવી (ત્રણ વરસ), જામનગર, લતિપુર, મોરબી, ભૂજ, માંડવી, ભૂજ, ખારુઆ, લાયજા, ભૂજ, બીદડા, દેઢીઆ, નારણપુર, નરેડી, કોટડી, વરાડીઆ, ભૂજ – આ રીતે પોતાના શિષ્ય મુનિશ્રી નેમસાગરજી સાથે ચાતુર્માસ કર્યા.
તેમના અન્ય શિષ્ય ગુલાબસાગરજી, ઝવેરસાગરજી, વિવેકસાગરજી, નરેન્દ્રસાગરજી, કીર્તિસાગરજી ઈત્યાદિ પણ થયા.
તેઓશ્રીના શિષ્યો મુનિશ્રી લબ્ધિસાગરજી અને મુનિશ્રી કૈલાશસાગરજી વિદ્યમાન છે.
તેમના સમુદાયમાં સાધ્વીશ્રી હેતશ્રીજી મુખ્ય હતાં. આ સાધ્વીજી મૂળ તેરાનાં હતાં. પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ના હસ્તે આ સાધ્વીજી પાલીતાણામાં દીક્ષિત થયાં હતાં. હાલ પૂ. આ. શ્રી દાનસાગરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં સાધ્વીશ્રી કેસરશ્રીજી સમેત ૧૫ સાધ્વીજી વિદ્યમાન છે.
- પૂ. આ. શ્રી દાનસાગરસૂરીશ્વરજી મ. સા. તપસ્વી પણ હતા. દર પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ તપ કરતા અને તપમાં વ્યાખ્યાન વાંચતા.
પૂ. આ. શ્રી દાનસાગરસૂરીશ્વરજી મ. સાહેબે છેલ્લા છ ચાતુર્માસ મુંબઈમાં કર્યા. - સં. ૨૦૧૭ માં તેઓ માટુંગા ચાતુર્માસ હતા. શ્રી નેમસાગરસૂરિની તબિયત અસ્વસ્થ
મી શ્રી આર્ય કહ્યાણગૌતમસ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org