________________
Ta
sede do dedostoso desteste de destede sede deste dostateedesteste estudo desta deste sectores de dedosteste destosteste testo
c
a dostosododded
પૂજ્યશ્રીના શિષ્યોનો પરિચય :
તેમના પ્રથમ શિષ્ય મુનિશ્રી ઉત્તમસાગરજી હતા. તેમણે “કચ્છ કેવલનાણી” રચી, જેમાં કચ્છનાં જિનાલયને વંદના કરાઈ છે. તેમનું મૂળ નામ ભાયાભાઈ હતું. તેઓ સુથરીના હતા. મુનિશ્રી ગુણસાગરજી ચીઆસરના ગેલા લખુના પુત્ર હતા. મૂળ નામ ગોવરભાઈ. તેઓ સં. ૧૯૫૪ માં કાળધર્મ પામ્યા હતા. ઉપરાંત અમેદસાગરજી, દયાસાગરજી, નીતિસાગરજી, મેહનસાગરજી, સુમતિસાગરજી, કરસાગરજી, ક્ષાંતિસાગરજી વગેરે પણ તેમના શિષ્યો હતા. પરમ વિનયી પૂ. નીતિસાગરજી ગણિ:
પૂ. નીતિસાગરજી ગણિવર્ય મ. સા. ખૂબ જ વિનયી, શાંતમૂર્તિ અને આરાધક મહાત્મા હતા. અચલગચ્છાધિપતિ દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં તેઓ કુશળ મંત્રીની જેમ કામ કરતા. તેઓ કોટડીના તેજપાલ લાલજીની પત્ની દેવાંબાઈની કુક્ષિથી સં. ૧૯૪૧ ના શ્રાવણ સુદ ૫ ના જન્મ્યા હતા. તેમણે સરખેજમાં દીક્ષા લીધી હતી. સં. ૧૯૯૭ કા. સુ. ૩ શનિવારે ભૂજમાં કાળધર્મ પામ્યા હતા. પૂ. મુનિશ્રી ધર્મસાગરજી મ. સાહેબ
પૂ. નીતિસાગરજી મ. સા.નાં શિષ્યમાં પૂજ્ય મુનિશ્રી ધર્મસાગરજી મ. સા.ની સાહિત્યક્ષેત્રે પ્રવૃત્તિ વિશાળ છે. ચરિત્રનાયકશ્રીએ કરેલા સાહિત્ય દ્વારમાં તેમની સહાયતા નોંધનીય રહેશે. તેમણે અચલગચ્છની મટી પટ્ટાવલી આદિ અનેક ગ્રંથો પ્રકાશિત કરાવ્યા. તેઓ બાડમેરના ચાતુર્માસ બાદ રાજસ્થાનમાં જ કાળધર્મ પામ્યા. પૂ. ધર્મસાગરજી મ. સા. સાહિત્યકાર અને અચ્છા કવિ પણ હતા.
પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની પાટે અને પૂ. ગણિત્રી નીતિસાગરજી મ. સા.ના બન્ને શિષ્ય બે આચાર્ય દેવ થયા. શ્રી દાનસાગરજી મ. સા. તથા શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.
પૂજ્ય આચાર્યશ્રી દાનસાગરસૂરિને પરિચય કચ્છ કોટડાના વિશા ઓશવાળ શ્રી ગણપત પરબતની ભાર્યા કુંવરબાઈની કુક્ષિથી દેવજીભાઈને જન્મ સં. ૧૯૪૪ માં થયો હતો.
દેવજીભાઈ એ સં. ૧૯૬૬ માં પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. પાસે અમદાવાદમાં દીક્ષા સ્વીકારી હતી. તેમનું મુનિશ્રી દાનસાગરજી એવું નામાભિધાન રાખવામાં આવ્યું હતું. ચૈત્ર વદ ૫ ના ઘાટકોપર મુકામે વડી દીક્ષા થઈ હતી. તેઓશ્રીના કુટુંબમાંથી પણ સાત વ્યક્તિઓએ દીક્ષા સ્વીકારી હતી. સં. ૨૦૧૨ માં તેમને મુંબઈમાં
IDEA શ્રી આર્ય કથાગોમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org