SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દ .. . sense osteoarekhfklessl. foforest........ ..... ..elesteross Relesedseds of steers | ૬૧ ટોડા, છસરા, મથારા, દેવપુર, ભીંસરા અને લાયજા ઇત્યાદિ સ્થળમાં શિખરબંધ” નૂતન જિનાલય બંધાયાં અને કેટલાંકનો જીર્ણોદ્ધાર પણ થયો. કરછ - હાલાર દેશદ્વારક” બિરુદ : આપણે આગળ જોઈ ગયા કે પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સાહેબ હાલારમાં પણ વિચર્યા અને તેમની પ્રેરણાથી હાલારમાં ખૂબ જ ધર્મ જાગૃતિ આવી. અચલગચ્છના સુવિહિત મુનિવર તરીકે તેઓ જ સર્વ પ્રથમ મુંબઈ પધારેલા. તેઓશ્રી કચ્છ – હાલાર દેશદ્વારક'નું બિરુદ પામ્યા હતા. મુંબઈમાં જિનાલયનું નિર્માણ – પ્રતિષ્ઠા: પૂજ્યશ્રીના સમય દરમ્યાનમાં કચ્છી વિશા ઓશવાળ જૈન દેરાવાસી મહાજને ભાતબજારમાં સં. ૧૯૯૦ ના વૈશાખ સુદિ ૬ ને સોમવારે આદિનાથ જિનાલય, લાલવાડીમાં સં. ૧૯૮૨ માં સુવિધિનાથ જિનાલય, સં. ૧૯૬ માં જીરાવલ્લા પાર્શ્વનાથ જિનાલય અને ઉપશ્રમ બાંધ્યાં. મુલુંડમાં સં. ૧૯૭૫ માં ઘર દેરાસર હતું, પણ રાણબાઈ હીરજી, હરવિંદ રામજી આદિના પ્રયાસોથી વાસુપૂજ્ય સ્વામીનું બિંબ શ્રી નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મળેલ છે. સં. ૨૦૦૯ ને ફા. સુ. ૫ ના ઉકત જિનાલયની પ્રતિષ્ઠા થઈ. પરપ્રાંતોમાં (દેશાવર) માં જિનાલયનું નિર્માણ : કોચીનમાં લમીબાઈ હાથીભાઈ, ગોપાલજી લાલને સ. ૧૯૮૯ માં ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. અલપઈ, કલીકટ, બડગરા ઇત્યાદિ સ્થળે અચલગચ્છીય શ્રાવકોએ જિનાલયોનું નિર્માણ કર્યું. હુબલીમાં સં. ૧૯૯૦ માં અજિતનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ. કુમઠાના પાર્શ્વનાથ જિનાલયની શાખારૂપે વાલગીરિ અને ડુગુરમાં જિનાલય બંધાયાં. ઉકત ત્રણે જિનાલયોનો વહીવટ ક. દ. ઓ. જન મહાજન હસ્તક છે. ગદગમાં સં. ૧૯૭૦ માં પાર્શ્વનાથ જિનાલય બંધાયું. બાગલકેટમાં સં. ૨૦૧૨ માં વિમલનાથ જિનાલય બંધાયું. કુવાડી, ડીગ્રસ, ખીરકીઆ, ચાલીસગ્રામ, ખંડવા, નાંદેડ, કારંજા, રાયપુરમાં પણ અચલગચ્છીય શ્રાવકોએ જિનાલયે બંધાવ્યા. શ્રી અનંતનાથજી ટ્રસ્ટ : સમેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્ધાર પ્રસંગે સં. ૨૦૧૬ માં શ્રી અનંતનાથજી જિન દેરાસર ટ્રસ્ટે સવા લાખ રૂપિયાની ઉદાર રકમ આપી. શ્રી ક. દ. ઓ. જૈન જ્ઞાતિની આ અચલગરછીય સંસ્થાએ ગોન્નતિનાં અનેક કાર્યો કરેલાં છે. 8 શ્રી આર્ય કલ્યાણગૌતમઅતિગ્રંથો Im Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy