SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Asbetesbostokseste testostesses dobo destesbaste teteste deste bestestoste de peste testestosteste testosteste testosteskestestoskeste stedesteskstotodastesi [144] સુવિહિત શિરોમણિ પુ. મુનિશ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબની આજ્ઞામાં રહેતા હતો અને ચાતુર્માસાદિ પણ તેમની આજ્ઞા પ્રમાણે થતા હતા. શ્રીપૂજ જિનેન્દ્રસાગરસૂરિ સં. ૨૦૦૪ ના કારતક વદ ૧૦ ના ભુજપુર મુકામે કાળધર્મ પામ્યા હતા. તેમની વિદાયથી શ્રીપૂજ અને યતિસંસ્થાનો યશોચિત અંત આવ્યો. તેમની વિદ્યમાનતામાં પણ પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. સાહેબે ગોન્નતિ માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જિનેન્દ્રસાગરસૂરિના કાળધર્મ બાદ અને પહેલાં પણ પુ. મુનિશ્રી ગૌતમસાગરજીને સૂરિપદ અને ગણેશ પદ માટે વિનંતિઓ થવા લાગી હતી, પણ પૂજ્યશ્રી નિસ્પૃહતાપૂર્વક ના પાડતા હતા. સૂરિપદ અને ગણેશપદની સ્વીકૃતિ : ચરિત્રનાયકશ્રીએ સંવત ૨૦૦૬ અને ૨૦૦૭ ના ચાતુર્માસ ગોધરા કર્યા. સં. ૨૦૦૭ માં રાયણ ગામે રાયણના જિનાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આંખનું ઝામરવાનું ઓપરેશન કરાવ્યું. સં. ૨૦૦૮ માં ગોધરા તથા બાડાના જિનાલયોના સુવર્ણ મહોત્સવમાં નિશ્રા આપી. સં. ૨૦૦૮ નું ચાતુર્માસ બીદડા કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન અનેક સંઘે તેમનાં દર્શનાર્થે આવ્યા. જિનાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સં. ૨૦૦૯ ના મહા માસમાં રામાણીઆ પધાર્યા. અહીં કચ્છના સંઘના આગેવાનેએ પરમ ત્યાગી ગણનાયક પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબને સૂરિપદ અને ગચ્છશપદ માટે પુનઃ વિનંતિ કરી. આ વખતે ક્ષમાનંદજી પણ ઉપસ્થિત હતા. તેમણે પણ પૂ. શ્રી ગૌતમસાગરજીને ગચ્છશપદ માટે વિનંતિ કરતાં કહ્યું : જિનેન્દ્રસાગરસૂરિ સં. ૨૦૦૪ માં કાળધર્મ પામ્યા છે; તેમ જ ગચ્છમાં આપ જ વિશાળ સાધુ-સાધ્વી સમુદાયના નાયક છે. આપે સૂરિપદ અને ગહેશપદ માટે હા પાડવી જ પડશે.” ત્યારે પૂજ્યશ્રીએ ક્ષમાનંદજીને કહ્યું : “તમે જ દીક્ષા સ્વીકારો અને પાત્રતા કેળવો, તે તમે જ ગચ્છનાયક બની શકો.” ક્ષમાનંદજીએ ઉતર આપ્યો : “હું તો દીક્ષા લેવા અશક્ત છું, પણ આપ જ ગચ્છનાયકપદ માટે યોગ્ય છે.” સંઘના આગેવાનોએ પણ ફરી ફરી એ જ વિનંતિ કરી. અંતે પૂજ્યશ્રીએ મૌન સંમતિ આપતાં તેમને મહા સુદ ૧૩ ના સૂરિ અને ગચ્છનાયક તરીકે જાહેર કરાયા. ઘણું વરસ બાદ સંઘને સુવિહિત ગચ્છનાયક સાંપડતાં ખૂબ જ આનંદમંગલ રેલાઈ રહ્યો. ક્ષમાનંદજીએ “નવ ગ્રહ દશ દિપાલ પૂજન વખતે પણ ‘અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી સામ્રાજયે” – આ રીતે દશ વખત મિ શ્રઆર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ કઈE + 8 = 1. કંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy