SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ T u listadadadadeste detectelesedade de sesede sladados de estostadas sesksesh dese deshd odo de dadodese deslocaddedestacadostededededed સાધ્વીજીઓની દીક્ષાઓ થઈ હતી. પોતાના જીવનમાં શક્ય હોય, ત્યારે તેઓશ્રી એકાંતરા ઉપવાસ કરતા અથવા તો નિત્ય એકાસણું. આ તપ તે અવિરત ચાલુ જ રાખ્યું હતું. એકાસણામાં પણ અભિગ્રહપૂર્વક અમુક જ દ્રવ્યો વાપરતા. આધાકમી આહારનો પ્રસંગ ન આવે, તે માટે સતત કાળજી રાખતા. પિતાની પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ જાગૃતિપૂર્વક કરતા. પોતાની કાયા વૃદ્ધ હેઈ શેષ જીવન વિશેષ આરાધનાપૂર્વક પસાર થાય, તે માટે તેઓ પાલીતાણામાં સ્થિરવાસ કરવાની ભાવના રાખતા હતા, પણ સુથરીના સંઘની અતિ આગ્રહભરી વિનંતિથી તેઓ સં. ૨૦૦૩, સં. ૨૦૦૪, સં. ૨૦૦૫ – આ ત્રણે વરસ સુથરીમાં ચાતુર્માસ રહ્યા હતા. શ્રી ઉપાધ્યાયજીને સમુદાયની જવાબદારી સોંપી : સં. ૨૦૦૩ ના માગસર વદિ ૧ ને સોમવારે અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સાહેબે પોતાનો આજ્ઞાવતી સાધુ-સાધ્વી સમુદાય અર્થાત સંઘાડાની સર્વ જવાબદારી પૂ. ઉપાધ્યાયજી શ્રી ગુણસાગરજી ગણિવર્યને સેંપી. છેલ્લા શ્રીપૂજ જિનંદસાગરસૂરિ : " સં. ૧૯૪૮ ના ફાગણ સુદ ૩ ના અચલગચ્છ નાયક શ્રીપૂજ શ્રી વિવેકસારગસૂરિ કાળધર્મ પામ્યા. તે પહેલાં સં. ૧૯૪૮ ના મહા વદ ૧૧ ના ગોધરાના જેસિંગભાઈએ યતિદીક્ષા લીધી હતી. તેઓ (જિનેન્દ્રસાગરજી) સં. ૧૯૪૮ ના શ્રાવણ સુદ ૧૦ ના ગષેશ બન્યા હતા. ત્યારથી તેઓ અચલગચ્છાધિપતિ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ હતા. પૂજ્યશ્રીની અજેડ પ્રતિભા : આપણે આગળ જોઈ ગયા કે પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. સાહેબે સં. ૧૯૪૬ ના ફા. સુ. ૧૧ ના પાલીનગરમાં ક્રિોદ્ધાર કર્યો. વિવેકસાગરસૂરિના કાળધર્મ અને જિનેન્દ્રસાગરજીના પાત્ર મહોત્સવ વખતે પરમ ત્યાગી, સુવિહિત શિરોમણિ પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. સા. હજી ઘણા સંઘ અને આગેવાનીમાં અપરિચિત જ હતા. તેઓ કચ્છ પધાર્યા અને તેમના ભગીરથ પ્રયાસેથી ગચ્છમાં નવચેતના પ્રગટી. સાધુ-સાધ્વી સમુદાયમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી રહી. જિનેન્દ્રસાગરસૂરિ પણ તેમનું ખૂબ માન જાળવતા. એકદા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. સાહેબે પ્રેરણું કરતાં શ્રી પૂજ શ્રી જિનેન્દ્રસાગરસૂરિએ પંચ પ્રતિક્રમણ પુસ્તક, શતપદી ભાષાંતર ગ્રંથ અને ભૂજના સ્તૂપમંદિરનો જીર્ણોદ્ધાર આદિ માટે આર્થિક સહાયતા કરેલી. જિનેન્દ્રસાગરસૂરિ શ્રીપૂજ હોઈ ત્યાગી સાધુ-સાધ્વી સમુદાય તેમની આજ્ઞામાં કેમ રહે? પણ તે સાધુ સમુદાય - 1 * , કહE શીઆર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy